Western Times News

Gujarati News

સુપ્રીમે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો ઉધડો લઇ લીધો

નવીદિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસોની ઝડપી સુનાવણી કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુનાવણીમાં વિલંબ કરી રહ્યું છે. જેને પગલે સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો ઉધડો લીધો.

સુપ્રીમ કોર્ટના મુખ્ય જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, ૧૫-૨૦ વર્ષથી કેસો પેન્ડિંગ છે. આ એજન્સીઓ કશું કરતી નથી. ખાસ કરીને ઈડી ફક્ત સંપત્તિઓ જપ્ત કરી રહી છે.

એટલું નહીં, ઘણાં કેસોમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. કેસોને આ રીતે જ પેન્ડિંગ રાખવામાં આવે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, ચાર્જશીટ દાખલ કરો અથવા બંધ કરી દો. જાેકે, એજન્સીઓએ કોર્ટમાં ચાલતી સુનાવણી કારણ જણાવ્યુ નથી. કોર્ટ છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીથી પ્રભાવિત છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે,પીએમએલએમાં ૭૮ કેસો ૨૦૦૦થી પેન્ડિંગ છે. આજીવન કેદ હેઠળ ૩૭ કેસો હજી પેન્ડિંગ છે. અમે એસજીને અમને જણાવવાનું કહ્યું હતું કે આ કેસોનો ઉકેલ લાવવામાં કેટલો સમય લાગશે. અમે એસજી તુષાર મહેતાને સીબીઆઈ અને ઈડી પાસેથી આ પેન્ડિંગ કેસો અંગે સ્પષ્ટ સ્પષ્ટીકરણ આપવાનું કહીશું. આ એજન્સીઓએ આ કેસોમાં વિલંબ થવા અંગેનું કારણ બતાવ્યું નથી.

એસજીએ કહ્યું કે, તમે હાઈકોર્ટમાં તેમાં ઝડપી કેસ ઉકેલવાનો નિર્દેશ આપી શકો છો. સીજેઆઈએ કહ્યું, અમે પહેલાંથી જ હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસની આગેવાનીમાં એક સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તપાસ એજન્સીઓ આગળ વધી શકે છે અને તપાસ પૂર્ણ કરી શકે છે. સીજેઆઈ એનવી રમન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ સુર્યકાન્તની ત્રણ જજાેની ખંડપીઠ આ કેસોની સુનાવણી કરી રહી છે.

પીએમએલએ એક્ટમાં પૂર્વ સાંસદ સહિત ૫૧ સાંસદો આરોપી છે. ૫૧ કેસોમાંથી ૨૮ની તપાસ હજુ ચાલી રહી છે. જ્યારે ૪ની સુનાવણી ચાલી રહી છે. આ કેસો લગભગ ઓછામાં ઓછા ૧૦ વર્ષ જૂના છે. અમુક કેસોમાં ખૂબ વિલંબ થયો છે. તો અમુક કેસોમાં સુનાવણીની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ધારાસભ્યો સામેના કેસની પણ આ સ્થિતિ છે.

લગભગ ૭૦માંથી ૪૦થી વધુ કેસોની તપાસ ચાલી રહી છે.૧૨૧ કેસો ૫૧ સાંસદો વિરુદ્ધ છે. ૧૧૨ ધારાસભ્યોની સામે છે. સૌથી જૂનો કેસ વર્ષ ૨૦૦૦નો છે. સીબીઆઈની વિશેષ કોર્ટમાં ૫૮ કેસો પેન્ડિંગ છે અને આજીવન કેદની સજા સાથે સંબંધિત છે. જ્યારે મૃત્યુદંડના કેસો પણ વર્ષોથી પેન્ડિંગ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.