Western Times News

Gujarati News

ભાડૂઆત સાથે પુત્રવધુના સુવાળા સંબંધની શંકાને કારણે ચાર લોકોની હત્યા

Youth suicide in bus

Files Photo

નવીદિલ્હી, માણસ ગુસ્સામાં ક્યારે હેવાન બની જાય છે તે ખબર પડતી નથી. આ જ ગુસ્સામાં સેનામાં સેવા આપી ચૂકેલા એક ફૌજીએ કસાઈ જેવું સ્વરૂપ અપનાવીને હત્યાકાંડને અંજામ આપ્યો. ત્રણ વર્ષની બાળકી ઉપર પણ દયા ન આવી અને હથિયારથી હુમલો કર્યો. જાે કે બાળકીનું નસીબ સારું કે તે બચી ગઈ. પરંતુ આ હચમચાવી નાખનારા હત્યાકાંડમાં ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. પોલીસે આ મામલે એક મહિલાની ધરપકડ પણ કરી છે. જેના પર આ હેવાનિયતમાં આરોપીનો સાથ આપવાનો શક છે.

જીવ ગુમાવનારાઓમાં આરોપીની વહુ અને એક ભાડૂઆતનો પરિવાર છે. હત્યાના આરોપી મકાન માલિકને તેની પુત્રવધુ અને ભાડુઆત વચ્ચે અનૈતિક સંબંધ હોવાનો શક હતો. શકને આધારે જ તેણે પાંચ લોકો પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. જેમાં ચાર લોકોના મોત થયા. આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સરન્ડર કર્યું હતું.

આરોપીના મોઢેથી હત્યાની કબૂલાત થતા પોલીસે તરત જ તેની ધરપકડ કરી લીધી. ગુરુગ્રામમાં થયેલી ૪ લોકોની હત્યા પર વિસ્તારના ડીસીપી દીપક સારણે કહ્યું કે મૃતદેહોના પોસ્ટપોર્ટમ કરાવવામાં આવ્યા છે. આ મામલે તપાસ ચાલુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.