Western Times News

Gujarati News

વિજયા ડાઇગ્નોસ્ટિકનો IPO 1 સપ્ટેમ્બર, 2021ના રોજ ખુલશે

• રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)ની પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ. 522થી રૂ. 531 નક્કી થઈ

• લઘુતમ બિડ લોટ 28 ઇક્વિટી શેરનો છે અને પછી 28 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ થઈ શકશે

• ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરના ફેસ વેલ્યુથી 522 ગણી અને કેપ પ્રાઇસ ફેસ વેલ્યુથી 531 ગણી છે

મુંબઈ, નાણાકીય વર્ષ 2020માં કાર્યકારી આવકની દ્રષ્ટિએ અને આવક દ્વારા સૌથી વધુ ઝડપથી વિકસતી ડાઇગ્નોસ્ટિક ચેઇન પૈકીની એક (સ્તોત્રઃ ક્રિસિલ રિપોર્ટ), દક્ષિણ ભારતમાં સૌથી મોટી સંકલિત ડાઇગ્નોસ્ટિક ચેઇન વિજયા ડાઇગ્નોસ્ટિક સેન્ટર લિમિટેડનો આઇપીઓ 01 સપ્ટેમ્બર, 2021ને બુધવારે ખુલશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 522થી રૂ. 531 નક્કી થઈ છે. બિડ્સ લઘુતમ 28 ઇક્વિટી શેર અને પછી 28 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઓફર 03 સપ્ટેમ્બર, 2021ને શુક્રવારે બંધ થશે.

આઇપીઓમાં વિક્રેતા શેરધારકો દ્વારા 35,688,064 સુધીના વેચાણની ઓફર સામેલ છે, જેમાં ડો. એસ સુરેન્દ્રનાથ રેડ્ડી (“પ્રમોટર વિક્રેતા શેરધારક”)ના 5,098,296 ઇક્વિટી શેર, કારાકોરમ લિમિટેડના 29,487,290 ઇક્વિટી શેર અને કેદારા કેપિટલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ-કેદારા કેપિટલ એઆઇએફ 1 દ્વારા 1,102,478 ઇક્વિટી શેર (“કેદારા કેપિટલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ – કેદારા કેપિટલ એઆઇએફ 1 સાથે સંયુક્તપણે કારાકોરમને “રોકાણકાર વિક્રેતા શેરધારક” તરીકે ગણાવવામાં આવશે”) સામેલ છે.

આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રુલ્સ, 1957માં થયેલા સુધારા (“એસસીઆરઆર”) સાથે નિયમ 19(2)(બી)ને સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને તથા સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)નું પાલન કરીને રજૂ કરવામાં આવી છે,

જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઇબી”) (“ક્યુઆઇબી પોર્શન”)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો

હિસ્સો સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધિન રીતે એન્કર રોકાણકારોને ફાળવણી શકે છે, જેમાંથી એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે.

ઉપરાંત ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો (એન્કર રોકાણકારો પોર્શન સિવાય) સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી હશે, તો બાકીના ઇક્વિટી શેર મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ થયેલા ઇક્વિટી શેરને ક્યુઆઇબીને સપ્રમાણ આધારે ફાળવણી માટે બાકીના ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને અને મહત્તમ 35 ટકા હિસ્સો આરઆઇબીને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

ઉપરાંત એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત લાયકાત ધરાવતા કર્મચારીઓને સપ્રમાણ આધારે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રક્રિયાનો ઉપયોગ કરવો જરૂરી છે,

જે માટે તેમના સંબંધિત બેંક ખાતાઓ (પીઆઇ વ્યવસ્થાનો ઉપયોગ કરતા આરઆઇબીના કેસમાં યુપીઆઇ આઇડી સહિત)ની વિગત આપવી પડશે, જેમાં બિડની સંબંધિત રકમ એસસીબી કે સ્પોન્સર બેંક, જે લાગુ પડે તે, દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા મારફતે ઓફરમાં સહભાગી થવાની છૂટ નથી.

આ ઓફરનાં ઉદ્દેશો છેઃ (1) વિક્રેતા શેરધારકો દ્વારા 35,688,064 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર હાથ ધરવી, અને (2) સ્ટોક એક્સચેન્જીસ પર ઇક્વિટી શેરના લિસ્ટિંગનો લાભ મેળવવો. કંપનીને ઓફરમાંથી કોઈ ફંડ નહીં મળે અને આ પ્રકારનું ફંડ (ઓફર સાથે સંબંધિત કોઈ પણ ખર્ચનું વહન વિક્રેતા શેરધારકોએ કરવું પડશે) વિક્રેતા શેરધારકોને મળશે.

કંપનીને અપેક્ષા છે કે, ઇક્વિટી શેરનું લિસ્ટિંગ એની વિઝિબિલિટી અને બ્રાન્ડ ઇમેજ વધારશે તથા શેરધારકોને લિક્વિડિટી આપશે તેમજ ભારતમાં ઇક્વિટી શેર માટે પબ્લિક માર્કેટ પણ પ્રદાન કરશે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઇ પર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.