Western Times News

Gujarati News

નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા હિન્દી દિવસ કાર્યક્રમ ઉજવાયો

(પ્રતિનિધિ, સાજીદ સૈયદ) નડિયાદ, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડીયાદની કચેરી દ્વારા (મુ.પો.નરસીહપુર, તાલુકો- કપડવંજ) જનમંગલ ફાઉન્ડેશન હોલ ખાતે તા.૧૪.૯.ર૦૧૯ ના રોજ હિન્દી દિવસ/ પખવાડા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કપડવંજના વિવિધ યુવક/ મહિલા મંડળોના સભ્યો તેમજ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ/બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમમાં હિન્દી સુલેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનમંગલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી કાર્તિક પટેલ, અનીલ મકવાણા, દીપક બારૈયા, કામિની પટેલ, પ્રમુખ માનબા માતા મહિલા મંડળ તેમજ ગ્રામ્યજનો તેમજ નેહરુ યુવા કેન્દ્ર નડીયાદની કચેરીના પંકજ સોઢા પરમાર, રાષ્ટ્રીય યુવા વાહિની મિત્રો ઉપÂસ્થત રહ્યા હતા. સમગ્ર ૧પ દિવસના પખવાડા કાર્યક્રમ દરમિયાન રાજભાષા હિન્દીના પ્રચાર પ્રસાર હેતુ વિવિધ કાર્યક્રમોનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ સાથે સંકળાયેલ યુવક/ મહિલા મંડળોના માધ્યમથી ખેડા જીલ્લાના જુદા જુદા સ્થળો પર કરવામાં આવશે એવુ મહેશ રાઠવા જિલ્લા યુવા સંયોજક દ્વારા જણાવવામાં આવ્યુ છે.

કાર્યક્રમના વિજેતા સ્પર્ધકોને નેહરુ યુવા કેન્દ્રની કચેરી દ્વારા પ્રોત્સાહનરૂપે ઈનામો તેમજ પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનમંગલ ફાઉન્ડેશન દ્વારા નેહરુ યુવા કેન્દ્રની કચેરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.