Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પદે સિનિયર સનદી અધિકારી પંકજકુમારની પસંદગી

ગુજરાત રાજ્યના પ્રવર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકિમ ત્રણ દિવસ બાદ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે નવા મુખ્ય સચિવ પદે કોણ બિરાજશે એ અંગેના અનેક તર્કવિતર્કો છેલ્લા ઘણા સમયથી ચાલતા હતા.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજો બજાવી રહેલા સિનિયર સનદી અધિકારી પંકજકુમાર ની નવા મુખ્ય સચિવ તરીકે પસંદગી કરવામાં આવી છે. (PankajKumar has been appointed as new chief secretary of Gujarat. )

ગુજરાત રાજ્યના પ્રવર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકિમ (Chief Secretary Anil Mukim) ત્રણ દિવસ બાદ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે નવા મુખ્ય સચિવ પદે કોણ બિરાજશે એ અંગેના અનેક તર્કવિતર્કો છેલ્લા ઘણા સમયથી ચાલતા હતા. એક વાત એવી પણ વહેતી થઈ હતી કે હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ એક એક્સ્ટેંશન આપવામાં આવશે.

જો કે, હવે એ વાત ઉપર પૂર્ણવિરામ મુકી દેવાયું છે. 27-08-2021ને શુક્રવારે સવારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશો અનુસાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે ફરજો બજાવી રહેલા સિનિયર સનદી અધિકારી પંકજકુમારને ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે.

તા. ૬, મે – ૧૯૬૨ નાં રોજ જન્મેલા આ બિહારી બાબુએ ટેકનોલોજી ક્ષેત્રે બેચલરની પદવી હાંસલ કરેલી છે. એટલું જ નહીં તેઓ પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટમા એમ.બી.એ. ની ડિગ્રી પણ ધરાવે છે.

હાલના ધોરણે ગૃહ વિભાગનો હવાલો સંભાળી રહેલા અધિક મુખ્ય સચિવ પંકજકુમાર મહેસુલ વિભાગમાં પણ સારો એવો અનુભવ ધરાવે છે. સરકારના અલગ અલગ વિભાગ નો અનુભવ મેળવીને રાજ્યની ધૂરા વહન કરવા માટે સક્ષમ બનેલા પંકજકુમારની મુખ્ય સચિવપદે પસંદગી યોગ્ય હોવાનું ઉચ્ચ અધિકારીઓના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મળતાવડો સ્વભાવ ધરાવતા પંકજકુમાર, સંવેદનાનું જીવંત ઉદાહરણ હોવાનું એમના અંગત મિત્રોનું માનવું છે. He will take over the charge from AnilMukim who will retire on 31st August. Kumar is 1986-batch IAS officer who is presently serving as additional CS (Home dept).


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.