Western Times News

Gujarati News

હું રાષ્ટ્રપતિ હોત તો આ હુમલો ન થયો હોત: ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા અમેરિકી સેવાના સભ્યોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે જાે હું તમારો રાષ્ટ્રપતિ હોત તો આ હુમલો ક્યારેય ન થયો હોત. તેમણે કહ્યું, મેલેનિયા અને હું અમારા અદ્ભુત સેવા સભ્યો માટે અમારી ઊંડી સંવેદના પાઠવીએ છીએ. ટ્રમ્પે કહ્યું, અમારી સંવેદનાઓ કાબુલ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોના પરિવારો સાથે પણ છે.

આ દુર્ઘટના ક્યારેય ન થવા દેવી જાેઈતી હતી. જાે હું તમારો રાષ્ટ્રપ્રમુખ હોત તો આ હુમલો ક્યારેય ન થયો હોત. ભગવાન અમેરિકાનું ભલું કરે. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જ્હોન કિર્બીએ કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, કાબુલ એરપોર્ટ પર આજના હુમલામાં અમેરિકાના કેટલાક સર્વિસ સભ્યો માર્યા ગયા છે.

આ બધાની વચ્ચે કાબુલમાં અમેરિકી દૂતાવાસે નવી ચેતવણી જારી કરી છે. કાબુલ એરપોર્ટની બહાર થયેલા બ્લાસ્ટમાં અમેરિકી સૈનિકોના મોત બાદ રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન ખૂબ ગુસ્સે છે. બાઈડને જાહેરાત કરતા કહ્યું કે, અમે આતંકવાદીઓને માફ નહીં કરીએ, અમે તેમને શોધીશું અને તેમને સજા આપીશું. પ્રાપ્ત અહેવાલો મુજબ કાબુલ એરપોર્ટની બહાર થયેલા આત્મઘાતી બ્લાસ્ટમાં લગભગ એક ડઝન અમેરિકી સૈનિકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને કાબુલના હુમલાખોરોને ચેતવણી આપતા કહ્યું- અમે માફ નહીં કરીએ.

અમે ભૂલીશું નહીં. અમે તમને શોધીને મારીશું અને તમારા કૃત્યો માટે તમને સજા આપીશું.’ રાષ્ટ્રપ્રમુખ બાઈડને કહ્યું- ‘અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બચાવીશું. અમે અમારા અફઘાન સાથીઓને પણ બહાર કાઢીશું અને અમારું મિશન ચાલુ રહેશે. જાે બાઈડને કહ્યું – અત્યાર સુધી કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે જાેડાણના કોઈ પુરાવા નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.