Western Times News

Gujarati News

યુવાનો રિસ્ક લેતા થયા, સર્વ શ્રેષ્ઠ તરફ પોતાને કેન્દ્રીત કરે છેઃ મોદી

ગામડાઓમાં સ્પર્ધાઓ નિરંતર ચાલવી જાેઈએ, સ્પર્ધાથી સ્પોર્ટ્‌સનો વિસ્તાર થાય છે, સ્પોર્ટ્‌સનો વિકાસ થાય છે, તો ખેલાડીઓ પણ તેમાંથી જ મળે છે

નવી દિલ્હી , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના ૮૦મા એપિસોડને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે મોદીએ જાદૂગર મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતી પર યાદ કર્યા હતા. વડાપ્રધાને ટોકિયો ઓલિમ્પિકમાં હોકીમાં મેડલ જીતવાનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે ચાર દાયકા પછી ભારતને ઓલિમ્પિકમાં હોકીમાં મેડલ મળ્યો.

તેમણે કહ્યું કે તેનાથી મેજર ધ્યાનચંદજી આજે જ્યાં પણ હશે તેઓ કેટલાક ખુશ હશે. તેમણે કહ્યું કે ૪૧ વર્ષે હોકીમાં જીવ આવ્યો છે. આજે હોકીને લઈને આકર્ષણ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આજે હોકીને લઈને લોકોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તે મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલી છે.

પીએમ મોદીએ કહ્યું કે મારા પ્રિય નવયુવાનો, આપણે અલગ-અલગ સ્પોર્ટ્‌સમાં મહારત હાંસલ કરવી જાેઈએ. ગામડાઓમાં સ્પર્ધાઓ નિરંતર ચાલવી જાેઈએ. તેમણે કહ્યું કે સ્પર્ધાથી જ સ્પોર્ટ્‌સનો વિસ્તાર થાય છે. સ્પોર્ટ્‌સનો વિકાસ થાય છે, તો ખેલાડી પર તેમાંથી જ મળે છે. વડાપ્રધાને કહ્યું કે આવો દેશવાસીઓ આપણે સૌ આ મૂવમેન્ટને આગળ વધારી શકીએ છીએ, જેટલું યોગદાન આપણે આપી શકીએ છીએ, સૌના પ્રયાસથી આ મંત્રને સાકાર કરીને બતાવીએ.

સૌના પ્રયાસથી જ ભારત સ્પોર્ટ્‌સમાં એ ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે, જેના માટે તે હકદાર છે. વડાપ્રધાને આ પ્રસંગે ‘ખેલે ભી, ખીલે ભી’ (રમ પણ, ખીલો પણ) સૂત્ર આપ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે નાના-નાના શહેરોમાં પણ સ્ટાર્ટઅપ કલ્ચર વિસ્તાર પામી રહ્યું છે. તેમણે કહ્યું કે મને તેમાં ઉજ્જવળ ભવિષ્યના સંકેત દેખાય છે.

વડાપ્રધાને કહ્યું કે આજે યુવાનો કહી રહ્યા છે કે સ્ટાર્ટઅપ શરુ કરવું છે. આજના યુવાનો રિસ્ક લેવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે મારા દેશના યુવાનોનું મન હવે સર્વશ્રેષ્ઠ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. સર્વોત્તમ કરવું જાેઈએ, સર્વોત્તમ રીતે કરવું જાેઈએ. એ પણ રાષ્ટ્રની બહુ મોટી શક્તિ બનીને ખીલશે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જન્માષ્ટમી અને વિશ્વકર્મા જયંતીનો ઉલ્લેખ કરીને કહ્યું કે આપણા તહેવારોમાં સંદેશ અને સંસ્કાર છે.

વડાપ્રધાને કહ્યું કે શ્રીકૃષ્ણના બાળ સ્વરુપથી લઈને વિરાટ સ્વરુપમાં, શસ્ત્ર-શાસ્ત્ર સામર્થ્યમાં, કળા, સૌંદર્ય, માધુર્ય દરેક જ્યાએ વિદ્યમાન છે. તેમણે સોમનાથ મંદિરના નિર્માણ કાર્યોના લોકાર્પણ દરમિયાન થયેલા અનુભવો વિશે વાત કરીને, શ્રી કૃષ્ણની લીલીઓના સમાપન સ્થળ ભાલકા તીર્થની વાત કરી. તેમણે આગળ જણાવ્યું કે, વિશ્વકર્માને આપણાં ત્યાં વિશ્વની સર્જન શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.