Western Times News

Gujarati News

પેસ્ટ બનાવીને લવાતું ૧૪ લાખનું ૩૦૨ ગ્રામ સોનું કબજે

કોચી, એરપોર્ટ પરથી વસ્તુઓ ચોરીને લાવવાની કોશિશ કરવામાં ઘણાં પકડાયા છે, આવી ચોરીની કરતૂત પકડાતી હોવા છતાં તે અટકવાનું નામ નથી લઈ રહી. ગિફ્ટ બોક્સમાં, બૂટમાં, ગળી જઈને અનેક રીતે સોનાની ચોરી કરવામાં આવે છે અને તે પકડાય છે. પરંતુ કેરળમાં આવેલા કન્નુર એરપોર્ટ પરથી સોનાનું સ્મગલિંગ કરનારને એર ઈન્ટેલિજન્સ યુનિટે જબરો પકડી પાડ્યો છે. ચાલાકી વાપરીને પેસ્ટના સ્વરૂપમાં ૩૦૨ ગ્રામ સોનું લઈને આવતા શખ્સને સોમવારે સવારે કન્નુર એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ શખ્સ પાસેથી કુલ ૧૪ લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું છે. આ શખ્સે સોનાને બિસ્કિટ કે ઘરેણાના સ્વરૂપમાં નહીં પરંતુ પેસ્ટ બનાવીને સ્મગલિંગ કરવાની ચાલાકી વાપરી હતી. આ શખ્સે બે લેયરવાળું પેન્ટ તૈયાર કરાવ્યું હતું અને તેની વચ્ચે સોનું પેસ્ટના સ્વરૂપમાં છૂપાવ્યું હતું. ઝડપાયેલા શખ્સ દ્વારા કઈ રીતે બે પડવાળા પેન્ટની વચ્ચે સોનું છૂપાવીને લાવવામાં આવતું હતું તે દર્શાવવામાં આવ્યું છે.

અહીં પેન્ટમાં જે પીળો ભાગ દખાય છે તે સોનું છે. પેસ્ટ સ્વરૂપમાં પેન્ટમાં સોનું છૂપાવીને જતા શખ્સને કન્નુર એરપોર્ટ પર યુવકને એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઝડપી લઈને ૩૦૨ ગ્રામ સોનું કબજે કર્યું હતું. યુવકે વાપરેલી ચાલાકી વિશે જાણીને લોકોને પણ ભારે આશ્ચર્યું થયું હતું. જુઓ લોકો દ્વારા આ અંગે કેવી-કેવી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

આ પ્રકારનું પેન્ટ પહેરીને જતા પેસેન્જરને જાેઈને આશ્ચર્ય થયું હતું. એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા યુવકને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેનું પેન્ટની જાડાઈ ચેક કરતા કંઈક શંકાસ્પદ થઈ રહ્યું હોવાનો શક ગયો હતો. જે પછી યુવકની પૂછપરછ કરવામાં આવી અને તેણે પહેરેલા પેન્ટને ખોલીને ચેક કરવામાં આવ્યું તો એર ઈન્ટેલિજન્સ યુનિટનો શક સાચો ઠર્યો હતો.

યુવકે પહેરેલું પેન્ટ એટલા માટે જાડું હતું કારણ કે તેણે તેને બે લેયરમાં તૈયાર કર્યું હતું અને તેની અંદર સોનાને બિસ્કિટ કે કોઈ વસ્તુમાં નહીં પરંતુ લિક્વિડ ફોર્મમાં પેન્ટના બે પડની વચ્ચે છૂપાવ્યું હતું. મહત્વનું છે કે આ મુસાફરની ઊંડી તપાસ કરવામાં આવશે કે તેણે અગાઉ આ પ્રકારનો ગુનો એરપોર્ટ પર આચર્યો છે કે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.