Western Times News

Gujarati News

મેગ્સેસે એવોર્ડ: એશિયાના નોબેલ પુરસ્કાર ગણાતા એવોર્ડથી પાંચ હસ્તીઓનું સન્માન

નવીદિલ્હી, બાંગ્લાદેશના વેક્સિન વૈજ્ઞાનિક ડો. ફિરદોસી કાદરી અને પાકિસ્તાનના માઇક્રોફાઇનાન્સર (અર્થશાસ્ત્રી) મોહમ્મદ અમજદ સાકિબને આ વર્ષના રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનારા પાંચ લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયાના નોબેલ પુરસ્કાર ગણાતા રેમન મેગ્સેસે પ્રાઇઝના વિજેતાઓના નામ મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા.

પુરસ્કારમાં બાંગ્લાદેશના ડો. ફિરદૌસી કાદરી અને પાકિસ્તાનના સાકિબ, ફિલિપિન્સના મત્સ્ય અને સામુદાયિક પર્યાવરણવિદ રોબર્ટો બલોન, માનવતાવાદી કાર્યો અને શરણાર્થી સહાય ક્ષેત્રે કામ કરનારા અમેરિકી નાગરીક સ્ટીવન મુન્સી અને ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે ઈન્ડોનેશિયન વોચડોકનો સમાવેશ થાય છે.

૭૦ વર્ષના ડોક્ટર કાદરીએ યુકેની પ્રતિષ્ઠિત લિવરપૂલ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી છે. તેઓ ૧૯૮૮ માં ઢાકા સ્થિત કોલેરા રોગના રિસર્ચ માટે ઇન્ટરનેશનલ કેન્દ્ર સાથે જાેડાઈ ગઈ હતી. ડો. કાદરીને પુખ્ત વયના લોકો, બાળકો અને શિશુઓ માટે સસ્તી મોંથી અપાય તેવી કોલેરા વિરોધી રસી અને ટાઇફોઇડ રસી વિકસાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે વિકસિત દેશોના સ્લમ વિસ્તારો માટે ઘણું કામ કર્યું.

પાકિસ્તાની કાર્યકર્તા ૬૪ વર્ષીય સાકિબે પોતાના તરફથી પહેલો વ્યાજમુક્ત માઈક્રોફાઈનાન્સ પ્રોગ્રામ ‘અખુવાત’ વિકસાવ્યો છે, જે અભૂતપૂર્વ લોનની ચુકવણી નોંધતી વખતે શૂન્ય વ્યાજની લોન આપવા માટે પૂજા સ્થાનોનો ઉપયોગ કરે છે. સાકિબને તેમની બુદ્ધિમત્તા અને કરુમા માટે ઓળખવામાં આવે છે. તેમણે પાકિસ્તાનમાં સૌથી મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાન બનાવવામાં સક્ષમ બનાવ્યું.

તેમનું માનવું છે કે માત્ર માનવીય મદદ અને એકજૂટતા દ્વારા જ ગરીબી નાબૂદ કરવાની રીતો શોધી શકાય છે. મનીલાના રેમન મૈગસાયસાય કેન્દ્રમાં ૨૮ નવેમ્બેરે થનારા એક સમારંભ દરમિયાન વિજાતેઓને ઔપચારિક રીતે મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.