Western Times News

Gujarati News

સપ્ટે.માં સામાન્ય કરતા વધુ વરસાદ છતાં પણ નબળા ચોમાસાનો વર્તારો

Files Photo

નવી દિલ્હી, સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી વધારે વરસાદની આગાહી વચ્ચે, ભારતીય હવામાન વિભાગે બુધવારે આગાહી કરી હતી કે સમગ્ર દેશમાં એકંદર મોસમી વરસાદ (જૂન-સપ્ટેમ્બર) સામાન્યથી ઓછો થવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે જૂનમાં દેશ માટે સામાન્ય (લાંબા ગાળાની સરેરાશના ૯૬-૧૦૪%) ચોમાસાની આગાહી લાંબા ગાળાની સરેરાશના (એલપીએ) ૧૦૧% પર કરી હતી. ઓગસ્ટમાં ૨૪.૧ ટકા જેટલા વરસાદની ભારે અછતના કારણે એલપીના લગભગ ૯૬ ટકા પર ‘સામાન્યથી ઓછો’ તરીકે અપડેટ કરીને તેની અગાઉની આગાહીને સુધારવાની ફરજ પડી હતી.

જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન એકત્રિત મોસમી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે, જ્યારે તે લાંબાગાળાની સરેરાશના ૯૬-૧૦૪% પડે છે. ૧૯૬૧-૨૦૧૦ના સમયગાળા માટે સમગ્ર દેશમાં મોસમી વરસાદનો એલપીએ ૮૮૦ મીમી છે.

સપ્ટેમ્બરમાં સારો વરસાદ જાે કે તારણહાર બની શકે છે કારણ કે આઈએમડીના નવ વિકસિત મલ્ટી-મોડેલ એન્સેમ્બલ (એમએમઈ) આધારિત આગાહી પ્રણાવી દર્શાવે છે કે, સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ (એલપીએના ૧૦૦ ટકા) વરસાદ થવાની શક્યતા છે. ૧૯૬૧-૨૦૧૦ના ડેટાના આધારે સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો એલપીએ આશરે ૧૭૦ મીમી છે.

સપ્ટેમ્બર દરમિયાન અપેક્ષિત સામાન્યથી વધારે વરસાદની ગતિવિધિને ધ્યાનમાં લેતા, જૂનથી ઓગસ્ટ દરમિયાન મોસમી વરસાદમાં વર્તમાનમાં ૯ ટકાની અછત થઈ શકે છે અને એકત્રિત મોસમી વરસાદ (૧ જૂન-૩૦ સપ્ટેમ્બર) સામાન્યથી ઓછો રહેવાની શક્યતા છે, તેમ આઈએડીના ચીફ એમ મોહપાત્રાએ ચોમાસા અંગેનું અપડેટ અને સપ્ટેમ્બર માટે આગાહી કરતી વખતે જણાવ્યું હતું.

આગાહી દર્શાવે છે કે, દેશના મધ્ય ભાગમાં આ મહિને વરસાદ વધવાની શક્યતા છે, પરંતુ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારત તેમજ દ્વીપકલ્પ ભારતના દક્ષિણ ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ જાેવા મળી શકે છે.

પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં સ્થિતિ જાે કે, વધારે નિરાશાજનક હોઈ શકે છે અને ‘સામાન્યથી ઓછા’ની શ્રેણીમાં આવી શકે છે, જે જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાનના સામાન્યથી વધારે હોવા છતાં સમગ્ર ચોમાસાને સામાન્યથી ઓછા તરફ ખેંચી શકે છે. ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન અને ઓડિશામાં વરસાદની અછત યથાવત્‌ રહી શકે છે, જેના કારણે આ વિસ્તારો દુષ્કાળની સ્થિતિમાં આવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.