Western Times News

Gujarati News

અનિલ દેશમુખના વકીલ અને CBI ઇન્સપેક્ટરની ધરપકડ

મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના વકીલની ધરપકડ કરવામાં આવી છે. અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની મુંબઈ હાઈકોર્ટના નિર્દેશ પર અનિલ દેશમુખ સામે ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. દેશમુખના વકીલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. આનંદ ડાગા અને સીબીઆઈ સબ ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સીબીઆઈના સબ ઈન્સ્પેક્ટરની બુધવારે રાત્રે ડાગા પાસેથી લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે અમે પોલીસ પાસેથી સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે સીબીઆઇએ સબ-ઇન્સ્પેક્ટર, નાગપુર સ્થિત વકીલ અને અન્યો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કેસ નોંધ્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન સીબીઆઈએ આજે સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી.

પ્રારંભિક તપાસ અહેવાલમાં દેશમુખને ક્લીનચીટ આપવામાં આવી હતી, આ રિપોર્ટ શનિવારે રાત્રે લીક થઈ ગયો હતો, જેના કારણે સીબીઆઈને શરમનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ સીબીઆઈએ આ રિપોર્ટ લીક થવાની તપાસ શરૂ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસને અસર થઈ હોવાનું બહાર આવ્યું હતું.દરમિયાન, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં મોકલવામાં આવેલા સમન્સને રદ કરવાની માંગ કરી છે.

નોંધનીય છે કે અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની વિરુદ્ધ આ તપાસ શરૂ કરવામાં આવી હતી. સીબીઆઈની પ્રાથમિક તપાસમાં જેનો રિપોર્ટ લીક થયો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે અનિલ દેશમુખ સામેની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે તેણે જાણી જાેઈને કોઈ ગુનો કર્યો નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.