Western Times News

Gujarati News

પોલીસ પ્રેમિકા માટે પતિએ ૨ બાળકો સાથે પત્નિની હત્યા કરી હત્યાકાંડ સર્જયો

નોઇડા, ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લામાંથી સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં કાસગંજ પોલીસે એક એવા પુરુષની ધરપકડ કરી છે, જેણે એક મહિલા પોલીસકર્મી સાથેના પ્રેમમાં પત્ની અને બે નાના બાળકોની હત્યા કરી છે. એટલું જ નહીં આ હત્યારાએ ત્રણેય મૃતદેહોને ઘરની અંદર ભોંયરામાં દફનાવી દીધા હતા.

કોઈને ખબર ન પડે તેથી ત્યાં સિમેન્ટની દીવાલ બનાવી અને કાસગંજ જિલ્લામાં રહેવા જતો રહ્યો. ંઆરોપી રાકેશે પોતાના મૃત્યુનું નાટક પણ કર્યુ હતું. આ માટે તેણે તેના મિત્રની હત્યા કરી અને તેનો મૃતદેહ મથુરા-કાસગંજ રેલવે લાઇન પર ફેંકી દીધો. મૃતદેહની શોધમાં પોલીસને ખિસ્સામાંથી રાકેશના નામે એલઆઈસીની રસીદ પણ મળી.

જાે કે કાસગંજ પોલીસે આ હત્યા કેસની તપાસમાં શંકાના આધારે આરોપીની ધરપકડ કરી તો સમગ્ર મામલો ખુલ્યો અને તેને તેની પત્ની અને તેના બે બાળકોની હત્યા કર્યાની કબૂલાત કરી.

રાકેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ગ્રેટર નોઈડાના બિસરાખ પોલીસ સ્ટેશન હેઠળના ચિપિયાના બુર્જ ગામની પંચ બિહાર કોલોનીમાં રહેતો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેના લગ્ન ૨૦૧૨ માં એટાહના રહેવાસી રત્નેશ સાથે થયા હતા. રાકેશે પરિવારના દબાણ હેઠળ લગ્ન કર્યાં. આરોપ છે કે રાકેશનો ગામની એક છોકરી સાથે પ્રેમસંબંધ ચાલતો હતો.

યુવતી ૨૦૧૫ માં પોલીસમાં ભરતી થઈ હતી. જ્યારે તેણીએ રાકેશ પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ તેની પત્ની અને બે બાળકોની હત્યા કરી દીધી. પુત્રી અવની બે વર્ષની અને પુત્ર અર્પિત ત્રણ વર્ષનો હતો. આરોપ છે કે આ ઘટનામાં તેના પિતા બનવારીલાલ, માતા ઈન્દ્રાવતી, ભાઈ રાજીવ અને પ્રવેશ સામેલ હતા. પરિવારના લોકોએ ભેગા મળીને બન્ને બાળકો અને પત્નીના મૃતદેહનો નિકાલ કરવાનો અને ઘરમાં દફનાવવાનો પ્લાન બનાવ્યો. જે બાદ ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી રાકેશે ૨૫ એપ્રિલ ૨૦૨૧ ના રોજ તેના મિત્રની પણ હત્યા કરી હતી. તેની ડેડ બોડી પાસે તેનું આધાર કાર્ડ અને એલઆઇસી પેપર રાખ્યા, જેથી પોલીસને ખબર પડે કે રાકેશની હત્યા કરવામાં આવી છે. ગુનો કર્યા બાદ આરોપી પોતાની ઓળખ છુપાવીને રહેવા લાગ્યો હતો. તપાસ બાદ જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે તેની પત્ની અને બે બાળકોની હત્યાનું રહસ્ય પણ જણાવ્યું.

સુપ્રીમ કોર્ટે આપ્યો ૪૦ માળના ટ્‌વીન ટાવર તોડવાનો આદેશસુપ્રીમ કોર્ટે આપ્યો ૪૦ માળના ટ્‌વીન ટાવર તોડવાનો આદેશ કાસગંજ પોલીસ આરોપી રાકેશ સાથે ગ્રેટર નોઈડા વેસ્ટ પહોંચી છે. એસડીએમ અને વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાકેશના કહેવાથી ગુના સ્થળનું ખોદવામાં આવ્યું હતું, જ્યાંથી હાડપિંજર કાઢવામાં આવ્યા છે. સાથે જ મહિલા પોલીસકર્મીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી રાકેશના પિતા બનવારીલાલ પણ આ ઘટનામાં સામેલ છે. તે પોલીસમાંથી નિવૃત્ત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.