Western Times News

Gujarati News

મોદીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર વાત કરી

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને ક્ષેત્રીય ઘટનાક્રમો પર ચર્ચા કરી. આ દરમિયાન બંને નેતાઓએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી કે દુનિયામાં આતંકવાદી અને કટ્ટરપંથ માટે કોઈ જગ્યા નથી. તેમણે આ સાથે જ આ પ્રકારની તાકાતો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયોની પડખે રહેવા પર ભાર મૂક્યો. વાત જાણે એમ છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનને કબજાે કર્યો અને યુદ્ધગ્રસ્ત દેશમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ થયેલા ઘટનાક્રમ વચ્ચે આ ચર્ચા થઈ.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે ટેલિફોન પર વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-સંયુક્ત આરબ અમીરાત(યુએઈ) વ્યાપક રણનીતિક ભાગીદારી હેઠળ અલગ અલગ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિનું આકલન કર્યું. પીએમ મોદીએ આ ચર્ચામાં કોવિડ-૧૯ મહામારી દરમિયાન ભારતીય સમુદાય માટે સંયુક્ત આરબ અમીરાતના સહયોગની પ્રશંસા કરી.

આ દરમિયાન પીએમ મોદીએ એક ઓક્ટોબર ૨૦૨૧થી દુબઈમાં આયોજિત થનારા એક્સપો-૨૦૨૦ માટે શુભકામના પણ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે મોહમ્મદ બિન ઝાયદ સાથે સાર્થક વાતચીત થઈ. વ્યાપક રણનીતિક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી અને હાલમાં થયેલા ક્ષેત્રીય ઘટનાક્રમો પર ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું કે બંને નેતાઓએ સંયુક્ત હિતોના ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. નિવેદનમાં કહેવાયું છે કે બંને નેતાઓ એ વાત પર સહમત થયા કે દુનિયામાં આતંકવાદ અને ચરમપંથ માટે કોઈ જગ્યા નથી અને તેમણે આ પ્રકારની તાકાતો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયના એક સાથ થવાના મહત્વ પર ભાર મૂક્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.