Western Times News

Gujarati News

મહારાષ્ટ્રથી વડોદરા આવેલા ૩ જણાને કોરોનાનું સંક્રમણ

વડોદરા, મહારાષ્ટ્રથી વડોદરા આવેલા ૩ લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. મીડિયા રિપોર્ટ ત્રણેય એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાલ ૩માંથી એકને સારવાર માટે સયાજી હોસ્પિટલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે બે દર્દીઓને હોમ આઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ શહેરના પરિવારનો સભ્ય મહારાષ્ટ્રના પુણેમાં બીમાર હોવાથી તેને લેવા ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી હતી.

કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે વેરિયન્ટ જાણવા માટે સેમ્પલ પુણે મોકલાય તેવી પણ શક્યતા છે. આ બધા વચ્ચે વડોદરામાં ઘણા સમય પછી કોરોનાને કારણે પહેલું મોત નોંધાયું છે.

મીડિયા રિપોર્ટ મુજબ શહેરની ૧૮ વર્ષની યુવતી કોરોના થતાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાઈ હતી. જ્યાં મોડીરાતે તેનું મોત નીપજતાં કોવિડ પ્રોટોકોલ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. જાે કે, પાલિકા દ્વારા તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

આંકડા પર નજર કરીએ તો શહેરમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫ કેસ નોંધાયા છે. જેમાં ચાર કેસ શહેરમાં અને એક ગ્રામ્યમાં નોંધાયો છે. શુક્રવારે વધુ ૪ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે નવા ૫ કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસનો આંક ૭૧,૯૮૮ પર પહોંચ્યો છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં ૧૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસ બાદ મ્યુકોરમાઈકોસિસે જાેર પકડ્યું હતું. જાે કે, હવે કોરોનાના કેસો ઘટતા મ્યુકોરમાઈકોસિસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાે કે, વડોદરામાં ફરીથી મ્યુકોરનો એક કેસ નોંધાયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગૌત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસનો વધુ એક કેસ નોંધાયો છે. જ્યારે સાત જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.