Western Times News

Gujarati News

બે સપ્તાહમાં પાર્કિંગ માટે એકસમાન નીતિ તૈયાર કરો

અમદાવાદ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડિયાના સમયમાં પાર્કિંગ માટેની નીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે મહાનગર પાલિકાઓને પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પણ આદેશ આપ્યો છે. સરકારને પાર્કિંગ નીતિ તૈયાર કરવાનો આદેશ આપનાર એપેક્સ કોર્ટે નોંધ્યું કે ગુજરાતના શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગ કરવા માટે જગ્યા નથી.

કોર્ટે કહ્યું કે, ગુજરાતના મેટ્રો શહેરોમાં જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યા છે તેમજ મૉલ અથવા અન્ય બજારોમાં પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. પાર્કિંગની અગવડને કારણે નાગરિકોએ રોડ પર પોતાના વાહનો પાર્ક કરવા પડે છે. રાજ્ય સરકાર દ્વારા પાર્કિંગ માટે કોઈ નક્કર નીતિ અથવા માર્ગદર્શિકા જાહેર કરવામાં નથી આવી.

બુધવારના રોજ જસ્ટિસ એમ.આર.શાહ અને અનિરુદ્ધ બોઝની પીઠે ગુજરાત સરકારને પાર્કિંગ નીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહ મંત્રાલય, અર્બન પ્લાનિંગ વિભાગ અને ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ ૧૪મી સપ્ટેમ્બર સુધીમાં સોગંદનામુ જમા કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૧૯માં આ મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.

રાહુલરાજ મૉલ કો-ઓપ સર્વિસ સોસાયટી લિમિટેડ દ્વારા ગુજરાત હાઈકોર્ટના એક ર્નિણય વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો કે મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુલાકાતીઓ માટે પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં.

મૉલના એડવોકેટ કુમારેશ ત્રિવેદીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તે ર્નિણય પર પ્રશ્ન કર્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતું કે, વાહન પાર્ક કર્યાના એક કલાક પછી મૉલ્સ પાર્કિંગ ફેસિલિટી માટે મુલાકાતીઓ પાસેથી ચાર્જ લઈ શકે છે.

જ્યારે સુપ્રીમ કોર્ટે રાજ્યને પાર્કિંગ પોલિસી વિષે પ્રશ્ન કર્યો તો સરકારે જણાવ્યું કે, આ ર્નિણય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અલગ અલગ કોર્પોરેશનની નીતિ અલગ અલગ ના હોઈ શકે. સરકારે ટાઉન પ્લાનિંગ એક્ટ અથવા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન અંતર્ગત તમામ શહેરો માટે એકસમાન નીતિ લાગુ કરવી જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.