Western Times News

Gujarati News

સરકારે મુદત લંબાવી છતાં PUCનો દંડ વસૂલ કરાયો

If the vehicle does not have a PUC, take it, if you are caught, you will be jailed

file

રાજ્ય સરકારે પીયુસી કઢાવવા ૩૦ સપ્ટેમ્બર સુધી સમય આપ્યોઃ ટ્રાફિક પોલીસની લૂંટને લઇ પ્રજાજનોમાં આક્રોશ
અમદાવાદ,  રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા દંડનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે પહેલા જ દિવસે પોલીસે નવા દંડ મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો. પીયુસી વગરના વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય ખુદ રાજય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

તેમ છતાં પણ ગઈકાલે સરકારના આદેશની ટ્રાફિક પોલીસે ઐસી કી તૈસી બે વ્યક્તિઓ પાસેથી પીયુસી ન રાખવા બદલ ૫૦૦-૫૦૦ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. જેને લઇને આમજનતામાં ભારોભાર આક્રોશ ફેલાયો હતો. નાગરિકોએ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, શું ટ્રાફિક પોલીસ રાજય સરકાર કરતાં પણ ઉપર અને સત્તાધીશ છે. શું ટ્રાફિક પોલીસ રાજય સરકારથી પણ મહાન છે એમ કહી ટ્રાફિક પોલીસ પર નાગરિકોએ રોષના ચાબખા વરસાવ્યા હતા.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ગઈકાલે ૧૯૦૦ લોકો પાસેથી રૂ.૭,૦૨,૮૫૦નો દંડ વસુલ કર્યો છે. જેમાં પીયુસી વગરના ૨ લોકોને ૧૦૦૦નો દંડ, હેલ્મેટ વગર ૬૨૨ લોકો પાસેથી રૂ.૩,૧૧,૦૦૦ રૂપિયા દંડ, સીટ બેલ્ટ વગર ૨૨૬ લોકો પાસેથી રૂ.૧,૧૩,૦૦૦ રૂપિયા દંડ અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાનો ૯ લોકોને ૫૦૦૦ રૂપિયા દંડ વસૂલાયો છે. મુખ્યત્વે ટ્રાફિક સાઈન ભંગના ૪૯ કેસ, ગેરકાયદે પા‹કગના ૩૯૮ કેસ, હેલ્મેટ વગરના ૬૨૨ કેસ, સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા ૨૨૬ કેસ, ડાર્ક ફિલ્મના ૪૮ કેસ, ત્રણ સવારી ૩૬૨ કેસ, લાઇસન્સ વગરના ૫૦ કેસ કરાયા હતા.

તા.૭ થી ૧૪ સપ્ટેમ્બર સુધીમાં ૧૨૪ સરકારી કર્મીઓ દંડાયા હતા. સરકારી કર્મીઓ પાસેથી પણ ૧૩,૧૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. જા કે, હજુ પણ શહેરમાં લાખો નાગરિકોને લાયસન્સ રિન્યુઅલ, પીયુસી, ઇન્શ્યોરન્સ, આરસી બુક સહિતના દસ્તાવેજા પરિપૂર્ણ કરવાના બાકી છે ત્યારે સરકાર દ્વારા ઉતાવળે નવા ટ્રાફિક નિયમોની અમલવારી કરાઇ તેને લઇ આમજનતામાં ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.