Western Times News

Gujarati News

સુરતમાં ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં

File

સુરત, સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથેની સવારી આવી પહોંચી હતી. સવારે ૬થી ૮ સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી. સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

ઉધના, લિંબાયત, પાંડેસરા, અઠવાલાઇન, પાલનપુર પાટિયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદો ઊઠી હતી. રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ઉધના વિસ્તારમાં રોડ નંબર નવ અને છ તરફ તેમજ નવસારી તરફ જવાના રસ્તા ઉપર બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. ધોધમાર વરસાદને કારણે જનજીવન પર એની સ્પષ્ટ અસર દેખાઇ હતી.

વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષની સરખામણીએ આ વખતે સુરત શહેરમાં વરસાદ ઓછો નોંધાયો છે. હજી પણ વાદળછાયું વાતાવરણ જાેતાં શહેરમાં દિવસ દરમિયાન વરસાદ આવી શકે છે. વરસાદ બંધ થતાં એકાદ કલાક જેટલા સમય બાદ રસ્તાઓ પરથી પાણી નીકળી ગયાં હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.