Western Times News

Gujarati News

કોરોનાનાં નવાં લક્ષણોઃ માથાનો દુખાવો, બહેરાપણું અને મોઢું સુકાઈ જવું

કોરોના વાઈરસે સૌથી પહેલાં ચીનના વુહાન શહેરમાં નવેમ્બર ર૦૧૯માં દેખા દીધા હતા. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં રર મહિના વીતી ગયા છે. પરંતુ કોરોનાનો કેર શમતો નથી. ચિતાની વાત એ છે કે વાઈરસ પોતાનું રૂપ જ નથી બદલી રહ્યો પરંતુ સંક્રમણ પછી જાેવા મળતા લક્ષણો પણ ઝડપથી બદલાઈ રહ્યા છે.

આમ તો કોરોના સંક્રમણનો ભોગ બન્યા પછી સામાન્યપણે લોકોને તાવ, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવાં લક્ષણો જાેવા મળતા હોય છે. પરંતુ હવે કોરોનાના અનેક નવાં લક્ષણો પણ સામે આવી ગયા છે. દર્દીઓને હાલમાં માથાના તીવ્ર દુખાવા ઉપરાંત સાંભળવામાં પણ તકલીફ પડવા લાગી છે.

કોવિડ ટાસ્ક ફોર્સના એક સભ્ય ડોકટર રાહુલ પંડિતે કોરોનાના સામે આવી રહેલા નવા લક્ષણ વિષે વાત કરી છે. તેમણે કહ્યું કે હાલમાં સાંભળવામાં મુશ્કેલી, કન્જેક્ટિવાઈટ્‌સ, શરીર ખૂબ નબળું પડી જવું. મોઢું સુકાવું. લાળનું પ્રમાણ ઘટવું, લાંબા સમયનો માથાનો દુખાવો અને ચામડી પર ચકતા પડવા જેવા નવા લક્ષણો સામે આવી રહ્યા છે.

વીતેલા દિવસોમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં ડોકટર રાહુલ પંડિતે પણ ભાગ લીધો હતો. તે દરમિયાન તેમણે કોરોનાના નવાં લક્ષણો વિષે સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોરોનાના આગમનને લાંબો સમય થઈ ગયો છે. તેમ છતાં નવા નવાં લક્ષણો સામે આવી રહ્યાં હોવાથ તેના પર બાજ નજર રાખવાની જરૂર છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.