Western Times News

Gujarati News

રાશિદ ખાને અફઘાનિસ્તાનના કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું

કાબુલ, અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ૨૦ વર્લ્‌ડકપ માટે ટીમની જાહેરાત કરાઈ હતી. રાશિદ ખાનનું કહેવું છે કે ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ ટીમની પસંદગી વેળાએ તેનો અભિપ્રાય લીધો ન હતો. તેણે એમ પણ કહ્યું હતું કે એક કેપ્ટન તરીકે અને રાષ્ટ્રની જવાબદાર વ્યક્તિ તરીકે ટીમની પસંદગીમાં ભાગ લેવો મારો અધિકાર છે. આ વાતથી નારાજ થઈને તેણે તાત્કાલિક પ્રભાવથી કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે.

હાલમાં જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી-૨૦ વર્લ્‌ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી અને રાશિદ ખાનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જ્યારે અનુભવી વિકેટકીપર મોહમ્મદ શહઝાદને પણ આગામી મહિનાથી શરૂ થનારી મોટી ઇવેન્ટ માટે ૧૫ સભ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

૨૨ વર્ષીય સ્પિનરે પોતાના ટિ્‌વટર હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું, “કેપ્ટન અને દેશ માટે જવાબદાર વ્યક્તિ તરીકે હું ટીમની પસંદગીનો ભાગ બનવાનો અધિકાર અનામત રાખું છું.” પસંદગી સમિતિ અને છઝ્રમ્એ ટીમ માટે મારી સંમતિ લીધી નથી, જેની જાહેરાત છઝ્રમ્ મીડિયા દ્વારા કરવામાં આવી છે. મેં અફઘાનિસ્તાન ટી-૨૦ ટીમનું કેપ્ટનપદ છોડવાનો ર્નિણય કર્યો છે. અફઘાનિસ્તાન માટે રમવું મારા માટે હંમેશાં ગૌરવની વાત રહી છે.

તાલિબાનોએ દેશ પર કબજાે જમાવ્યો ત્યારથી અફઘાનિસ્તાન અશાંતિમાં છે. વર્લ્‌ડકપને ધ્યાનમાં રાખીને જુલાઈમાં સ્ટાર લેગ સ્પિનરને ટી-૨૦ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરી હતી કે જાે તાલિબાન શાસન હેઠળ મહિલાઓને રમત રમવાની મંજૂરી નહીં આપવામાં આવે તો તે આવતા મહિને અફઘાનિસ્તાનના પુરુષ ટીમની યજમાની કરશે નહીં. ટી-૨૦ વર્લ્‌ડ કપ ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર દરમિયાન યુએઈમાં યોજાવાનો છે.

ટી-૨૦ વર્લ્‌ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમઃ રાશિદ ખાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, હઝરાતુલ્લાહ આઇઆઇઇ, ઉસ્માન ગની, અજગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, હસમતુલ્લા શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ ઉર રહેમાન, કરીમ જનત, ગુલબદીન નાયબ, નવીન ઉલ હક, હામીદ હસન, શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, શાપુર ઝાદરાન, દૌલત ઝાદરાન.રિઝર્વઃ અધિકારી આઇઆઇઈ, ફરીદ અહમદ મલિક.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.