Western Times News

Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રદ્દ, સીરિઝ વિજેતા પર મોટું સસ્પેન્સ

મુંબઇ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજની છેલ્લી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. કોરોનાની લટકતી તલવાર વચ્ચે બોર્ડ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આજે બીસીસીઆઇનાં અધિકારીઓ દ્વારા મોટી બેઠક કરવામાં આવી હતી જે બાદ ર્નિણય જાહેર કરવામાં આવ્યો કે આજે મેચ રમવામાં આવશે નહીં અને તે રદ્દ કરવામાં આવે છે. ક્રિકેટર દિનેશ કાર્તિકે ટિ્‌વટ કેને કહ્યું કે આજે કોઈ જ મેચ નહીં થાય.

તેમણે કહ્યું કે નો પ્લે ટુડે, ઓકે, ટાટા, બાય. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનાં ત્રણ સદસ્ય ચોથી ટેસ્ટ મેચ દરમિયાન જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે અને ફિઝિયો વિભાગમાંથી પણ એક કોરોના કેસ સામે આવ્યો હતો એવામાં કોરોના વાયરસનાં ખતરાને જાેતાં આ ર્નિણય લેવામાં આવ્યો છે.

ઇસીબીએ કહ્યું કે, “ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે ચાલી રહેલી વાતચીત બાદ, માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ રદ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના ખતરાને કારણે ભારતીય ખેલાડીઓ ડરી ગયા હતા અને ભારત પાસે મેચ રમવા માટે પ્લેઇંગ ૧૧ નહોતું, તેથી મેચ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચ રદ્દ કરવા બદલ ચાહકોની માફી માંગી અને બોર્ડે કહ્યું, “અમે અમારા ક્રિકેટ ચાહકો, સમાચાર ભાગીદારોની માફી માંગીએ છીએ. અમે તમને અસુવિધા પહોંચાડી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.