Western Times News

Gujarati News

આગામી ચૂંટણીમાં BSP કોઈ પણ માફિયાને ટિકિટ આપશે નહિ માયાવતી

લખનૌ, ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ થનારી વિધાનસભા ચૂંટણી પહેલા બીએસપી પ્રમુખ માયાવતીએ મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે આગામી ચૂંટણીમાં બીએસપી કોઈ પણ માફિયાને ટિકિટ આપશે નહિ. માયાવતીએ ટિ્‌વટ કરીને કહ્યું કે બીએસપીનો સંકલ્પ કાયદા દ્વારા કાયદાનું રાજ છે. સાથે જ યુપીની તસ્વીરને પણ હવે બદલવાની છે. તેના ભાગરૂપે માયાવતી મુખ્તાર અંસારીની ટિકિટ કાપી છે.

બીએસપી પ્રમુખ માયાવતીએ ટિ્‌વટ કરીને કહ્યું કે બીએસપી આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંેટણીમાં કોઈ પણ બાહુબલી કે માફિયા વગેરેને પાર્ટીમાંથી ચૂંટણી ન લડાવવામાં આવે. તેના એક ભાગરૂપે અઝમગઢ મંડળની મઉ વિધાનસભા સીટ પરથી હવે મુખ્તાર અંસારીને નહિ પરંતુ યુપીના બીએસપી સ્ટેટ અધ્યક્ષ ભીમ રાજભરનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.

માયાવતીએ કહ્યું કે જનતાની કસોટી અને તેમની આશા પર ખરા ઉતરવાના પ્રયત્ન અંતર્ગત કરવામાં આવેલા આ ર્નિણયના ભાગરૂપે પ્રભારીઓને અપીલ કરવામાં આવી છે કે તે પાર્ટીના ઉમેદવારોનું સિલેક્શ કરતી વખતે એ બાબત પર ધ્યાન રાખે, જેથી સરકાર બનવા પર આવા તત્વોની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં કોઈ મુશ્કેલી ન થાય.

બીએસપી પ્રમુખે ટિ્‌વટ કરીને કહ્યું કે બીએસપીનો સંકલ્પ કાયદા દ્વારા કાયદાનું રાજની સાથે જ યુપીની તસ્વીરને હવે બદલી નાંખવાનો છે, જેથી રાજ્ય કે દેશ નહિ પરંતુ તમામ બાળકો કહે કે સરકાર તો બહેનજીની છે. સર્વજન હિતાય અને સર્વજન સુખાય જેવી છે. બીએસપી જે કહે છે તે કરીને બતાવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.