Western Times News

Gujarati News

માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઈ જઇને દુષ્કર્મ ગુજાર્યું

સુરત, લાલગેટમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારમાં રહેતી માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર પ્રકરણમાં સૌથી મોટી બાબત છે કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર પ્રકરણની ચોંકાવનારી બાબત છે કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને યુવતીને પોતાની હવસનો ભોગ બનાવ્યો હતો. આટલું જ નહી દુષ્કર્મના કારણે યુવતી ગર્ભવતી પણ બની હતી.

અઠવા લાઇન્સના હબીબશાહ મસ્જીદની પાછળ રહેતો અબરાર ઉર્ભે રહીમ સલીમ શેખ રિક્ષા ચલાવે છે. લાલગેટ વિસ્તારમાં રહેતી એક ૩૦ વર્ષીય યુવતી પર અબરારની દાનત તેના પર ખરાબ થઇ હતી.

આ યુવતી માનસિક રીતે અસ્થિર હતી. તેની સાથે જે કાંઇ થાય છે તેની જાણ રહેતી નહોતી. આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. ગત્ત મે ૨૦૨૧ માં અબરારે હાથ પર પોતાનો મોબાઇલ નંબર લખી આપ્યો હતો. ત્યાર બાદ યુવતી બહાર નિકળે ત્યારે ફોન કરતી જેથી. અબરાર તેને લાલગેટ પાસે આવેલા એક રમકડાના ગોડાઉનમાં લઇ જતો હતો. આ ગોડાઉનમાં અબરારે યુવતીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ અબરાર ગુમ થઇ ગયો હતો.

જાે કે ચાર મહિના બાદ અચાનક યુવતીને પેટમાં દુખાવો થતા પરિવારના સભ્યો તેણીને હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવાતા તેણીને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે યુવતીની માતાએ તેની પુછપરછ કરતા યુવતીએ સમગ્ર બાબતની જાણ કરી હતી. લાલગેટ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને અબરારને ઝડપી લેવામાં આવ્યો હતો. અબરારે લાલગેટ વિસ્તારમાં આવેલા એક રમકડાના ગોડાઉનને ભાડે રાખ્યું હતું. ત્યાં યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.