Western Times News

Gujarati News

સોનલ વેંગુર્લેકર ઝી ટીવીના ‘યેં તેરી ગલિયાઁ’ શોમાં નંદીનીનું પાત્ર ભજવશે

ઝી ટીવીના પ્રાઈમ ટાઈમ કાલ્પનિક ઓફરિંગ યેં તેરી ગલિયાઁએ શાંતનું (પાત્ર કરી રહ્યો છે, અવિનાશ મિશ્રા) અને અસ્મિતા (પાત્ર કરી રહી છે, વૃષિકા મહેતા)ની સાથેની દર્શકોના દિલ જીતી લીધા છે. તોફાની પ્રેમકથા છે, જેમાં આ પ્રેમીઓ તેમના રસ્તામાં આવતી ઘણી અડચણોથી આગળ વધી રહ્યા છે! તાજેતરમાં, શોમાં એક હાઈ વોલ્ટેજ નાટ્યના સાક્ષી બનશે, કારણકે અસ્મિતા પારિવારિક લગ્નની મધ્યમાં શાંતનુંની સામે તેના પ્રેમનો સ્વિકાર કરશે. શોના આગામી એપિસોડમાં એક નવા પાત્ર નંદીનીનો પ્રવેશ થશે, જે શાંતનું અને અસ્મિતાના જીવનના કોર્સમાં ફરીથી બદલાવ લાવશે. નંદીનીનું પાત્ર અન્ય કોઈ નહીં પરંતુ પ્રતિભાશાળી સોનલ વેંગુર્લેકર નિભાવશે, જે ભૂતકાળમાં ઝી ટીવીના પ્રસિદ્ધ શો યેં વાદા રહામાં જોવા મળી હતી.

એક અત્યંત ધનાઢ્ય પરિવારમાંથી આવતી હોવાથી નંદીનીનું પાત્ર અત્યંત મસ્તીભરી અને જીવંત છોકરીની છે, જેમાં થોડો નકારાત્મક શેડ પણ જોવા મળી ગયો છે. તે ઠાકુમાની સાથે મઝુમદારના ઘરમાં પ્રવેશી છે અને તે એવું કહે છે કે, તે એક ખરેખર પુચકી છે, તેના આ પ્રવેશથી સમગ્ર મઝુમદાર પરિવારને ખલેલ પહોંચે છે. તે શાંતનુંના દિલ જીતવા માટે પ્રતિબદ્ધ છે અને મઝુમદાર પરિવારમાં કોઇપણ રીતે પ્રવેશ કરવા માટે પોતાનો રસ્તો શોધી રહી છે. તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે, શાંતનુંથી નજીક આવવું અને ધીમેધીમે તેના દિલમાં અસ્મિતાનું સ્થાન મેળવવું.

શોમાં તેના પ્રવેશ અંગે અત્યંત ઉત્સાહિત સોનલ વેંગુર્લેકર કહે છે, “હું મારા આ નવા પાત્ર માટે અત્યંત ઉત્સાહિત છું, કારણકે, મેં અત્યાર સુધી ભજવેલા દરેક પાત્રમાં આ સૌથી અલગ જ છે. નંદીનીનું પાત્ર અત્યંત ઉંડાણપૂર્વકનું છે અને તેમાં ગ્રે શેડ પણ છે અને આ જ કારણ છએ કે તેને મને આ શો કરવા માટે પ્રેરી છે. તેને વધુમાં ઉમેર્યું કે, “ઝી ટીવીના શોના સેટ પર પરત ફરવું એ મારા માટે ઘરે આવવા જેવું છે. સમગ્ર વાતાવરણ અત્યત આવકારદાયી છે અને મારા સહ-કલાકોર પણ સરળ, નમ્ર અને મૈત્રીપૂર્મ છે. મારા આ સંપૂર્ણ નવા અવતારની સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે અત્યંત ઉત્સાહિત છું.”

નંદીનીનો ખરેખર ઉદ્દેશ શું છે? શું મઝુમદાર પરિવાર નંદીની પર વિશ્વાસ કરશે અને જ્યારે તે એવું કહેશે કે તે પુચકી છે ત્યારે તે તેનો સ્વિકાર કરશે? અને સૌથી વધુ મહત્વનુ શું તે તેની આ બનાવટમાં સફળ થશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.