Western Times News

Gujarati News

મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરો છો, તો ચેતી જજો આવું તમારી સાથે પણ થઈ શકે છે

રાજસ્થાનમાં ડુપ્લિકેટ સિમથી નુકસાન બદલ ગ્રાહકને ૨૭ લાખ ચૂકવવાનો આદેશ

જયપુર, તમે જે મોબાઈલ નંબરથી બેંકિંગ કરો છો, તે જ નંબર ટેલિકોમ કંપની દ્વારા બીજા કોઈને આપવામાં આવે તો? પછી જાે તમારું બેંક ખાતું તે સિમ દ્વારા ખાલી કરી કરી દેવામાં આવે તો તમે કયાં જશો? પોલીસ, બેંક કે ટેલિકોમ કંપની? તમે જે નુકસાન સહન કર્યું છે, તે એક બાજુ પરંતુ આ સમગ્ર પ્રકરણમાં તમારો તો કોઈ દોષ જ નથી.

ભૂલ ટેલિકોમ કંપની તરફથી થઈ છે અને ગ્રાહક તરીકે તમે તમારા નુકસાનની ભરપાઈ મેળવવા માટે હકદાર છો. રાજસ્થાનના કૃષ્ણલાલ સાથે આવું જ થયું. તેણે પોતાના અધિકારોનો ઉપયોગ કર્યો. પરિણામે, રાજ્યના આઈટી વિભાગે વોડાફોન આઈડિયા કંપનીને ક્રિષ્નાને ૨૭.૫ લાખ રૃપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ તે ૬૮.૫ લાખ રૃપિયામાંથી બાકી હતી જે કૃષ્ણાના ખાતામાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

કૃષ્ણનો મોબાઈલ નંબર ૨૫ મે, ૨૦૧૭ ના રોજ અચાનક કામ કરવાનો બંધ થઈ ગયો. તેમણે ટેલિકોમ કંપનીના સ્ટોર પર જઈને ફરિયાદ નોંધાવી હતી. નવું સિમ કાર્ડ મળી તો ગયું પરંતુ ઘણી ફરિયાદો પછી પણ તે નિષ્ક્રિય જ રહ્યું. જયપુરમાં તેઓ સ્ટોરમાં જઈને ફરી ફરી ફરિયાદ કરતા રહ્યા, ફરીથી સિમ એક્ટિવેશન માટે વિનંતી કરતા રહ્યા.

પરંતુ જ્યાં સુધીમાં તેમનું સિમ સક્રિય થયું ત્યાં સુધીમાં તેમના ખાતામાંથી ૬૮.૫ લાખ રૃપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. તેમણે પોલીસની મદદ લીધી. જાણવા મળ્યું કે ટેલિકોમ કંપનીએ કૃષ્ણનો મોબાઈલ નંબર ચકાસણી વગર ભાનુ પ્રતાપ નામના વ્યક્તિને આપ્યો હતો. તેણે મલ્ટિપલ ઓટીપી જનરેટ કર્યા અને કૃષ્ણનું ખાતું ખાલી નાખ્યું હતું.

અહીં ટેલિકોમ કંપનીએ માત્ર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું એટલું જ નહીં, પરંતુ નવા સિમકાર્ડના એક્ટિવેશનમાં પણ ઘણો વિલંબ થયો હતો, જેના કારણે પીડિતના બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર થતા રહ્યા હતા. પોલીસે ફોલો-અપ કરતાં ભાનુ પ્રતાપે ક્રિશ્નાના એકાઉન્ટમાંથી ઉપાડેલા ૪૪ લાખ રૃપિયા પરત કર્યા પરંતુ બાકીના નહીં.

ત્યારે હવે આઈટી વિભાગે વોડાફોન આઈડિયાને બાકીના ૨૭.૫ લાખ રૃપિયા કૃષ્ણને ચૂકવવા કહ્યું છે. ક્રિશ્નએ પોતાના હક્ક અને અધિકારના રુપિયા મેળવવા માટે ધીરજ પૂર્વક લડાઈ લડી અંતે સફળતા મળી. તેમને પણ જાે થતું હોય કે કંપની દ્વારા તમને જે પ્રમાણે સર્વિસ મળવી જાેઈએ તે મળી નથી અથવા તો કંપનીએ તમારી સાથે ખોટું કર્યું છે

તો ગ્રાહક તરીકે તમે પણ દાવો કરી શકો છો. ભારતમાં ગ્રાહક સુરક્ષાને લઈને આપણે એટલા બધા જાગૃત નથી પરંતુ હકીકત એ છે કે એક ગ્રાહક તરીકે આપણી પાસે ઘણા બધા હક્ક અને અધિકાર રહેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.