Western Times News

Gujarati News

21 દિવ્યાંગ દંપતિઓએ સમૂહ લગ્ન સમારંભમાં ‘રસી લેવાની’ અપીલ કરી

21 દિવ્યાંગ અને વંચિત સમુદાયના દંપતિઓએ રસી લેવા લોકોને પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધા-21 દિવ્યાંગ અને વંચિત સમુદાયના દંપતિઓએ લોકોને કોવિડ-19ની આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરી

નારાયણ સેવા સંસ્થાને વંચિત સમુદાયની વ્યક્તિઓને મદદ કરવાના પ્રયાસ સ્વરૂપે ઉદેપુરમાં 36મા સમૂહ લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં 21 દિવ્યાંગ દંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને ‘દહેજપ્રજાને જાકારો’ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અભિયાનને એનએસએસ પ્રોત્સાહન આપે છે. સમૂહ લગ્ન સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના તમામ નિયમોનું પાલન થયું હતું.

રાજસ્થાનના ઉદેપુરમાં આયોજિત આ 36મા સમૂહ લગ્ન સમારંભમાં નારાયણ સેવા સંસ્થાનના 21 દિવ્યાંગ અને વંચિત સમુદાયના નવદંપતિઓએ લોકોનેલગ્ન સમારંભ દરમિયાન ‘રસી લેવાની’ અપીલ કરી હતી.

19મા વર્ષમાં સમૂહ લગ્ન સમારંભમાં એનએસએસ અને એમાં સંકળાયેલા તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું અને માસ્ક ધારણ કર્યું હતું. દિવ્યાંગ અને વંચિત સમુદાયના દંપતિઓએ પરિવારના સભ્યોએ અને દાતાઓએ આપેલી લગ્નની ભેટ સ્વીકારી હતી.

26 વર્ષી દિવ્યાંગ રોશન લાલ ઉદેપુરના છે અને તેઓ રાજસ્થાનમાં REETપરીક્ષાની તૈયારી કરે છે, જેમનું નિઃશુલ્ક ઓપરેશન અને કૌશલ્ય તાલીમના વર્ગો નારાયણ સેવા સંસ્થાને પ્રદાન કર્યા છે. 32 વર્ષીય કમલા કુમારી આ સમારંભમાં રોશનની જીવનસંગિની બની છે.

ઉદેપુરના રહેવાસી રોશનલાલે કહ્યું હતું કે, “જ્યારે તમે સાથસહકાર મેળવવા અતિ થોડા સ્ટેપની જરૂર હોય છે અને આપણે માનીએ છીએ કે, અમારા જેવા લોકોના જીવનમાં થોડા લોકો મોટો ફરક લાવે છે. આ અમે જીવનમાં શીખ્યાં છીએ.

નારાયણ સેવા સંસ્થાન અમારા આધાર છે, કારણ કે સંસ્થાન અમને જીવનની દિશા આપવા આગળ આવી હતી, જેના કારણે હવે નવા જીવન તરફ આગળ વધી રહ્યાં છીએ. મને ખાતરી છે કે, હું આ જીવનમાં એક દિવસ સારો શિક્ષક જરૂરી બનીશ.”

નારાયણ સેવા સંસ્થાનના પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “36મો દિવ્યાંગ સમૂહ લગ્ન સમારંભ એક ઉદ્દેશલક્ષી કાર્યક્રમ છે, જે અમારી પ્રાથમિકતા છે. અમે ‘દહેજપ્રથાને જાકારો’ આપવનો સંદેશ આપતા આ મુખ્ય અભિયાનના 19મા વર્ષમાં પ્રવેશ કરીને ખુશી અનુભવીએ છીએ કે, અમારા પ્રયાસોનું સારું પરિણામ મળ્યું છે અને અત્યાર સુધી સંસ્થાએ 2109 દંપતિઓને સુખી અને સમૃદ્ધિ જીવન જીવવામાં મદદ કરી છે.

વર્ષોથી અમે ફ્રી કરેક્ટિવ સર્જરીઓ, અનાજની કિટનું વિતરણ, દિવ્યાંગ લોકો માટે કૃત્રિમ અંગોનું માપ અને ઓપરેશન, કૌશલ્ય વિકાસના વર્ગોનું આયોજન અને સમૂહ લગ્ન સમારંભો તેમજ દિવ્યાંગ લોકોનું ઉત્થાન કરવા પ્રતિભા વિકસાવવા સાથે સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરીએ છીએ.”

24 વર્ષીય દિવ્યાંગ સંત કુમારી કહ્યું કે, “દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં સમાનતા અને ન્યાયાની જરૂર છે.” લગ્ન પછી તે પોતાની કમ્પ્યુટર સ્કિલ્સ દ્વારા પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છે છે. એટલે તે એના પતિ મનોજને મદદ કરવાની સાથે જીવનમાં નાણાકીય ટેકો પણ આપી શકશે. નાણાકીય રીતે પગભર થવાથી દિવ્યાંગ લોકો સામાન્ય રીતે સમાજમાં સ્વીકાર્યતા મેળવે છે અને તેમને આગળ વધવાની સમાન તકો મળે છે.

સમારંભમાં કેટલાંક રાજ્યોના દંપતિઓએ તેમના લગ્ન માટે એનએસએસનો સંપર્ક કર્યો હતો. કોવિડ-19ને કારણે અમે 5 રાજ્યોના દંપતિઓની પસંદગી કરી હતી અને લગ્ન સમારંભમાં 21 દંપતિઓએ કોવિડ-19 સામે લડવા માસ્ક પહેરવાનો સંદેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.