Western Times News

Gujarati News

ખેલાડી કેનિલ મેદવેદેવે US OPENનો ખિતાબ જીત્યો

ન્યૂયોર્ક, રશિયાના ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવે દુનિયાના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જાેકોવિચને સીધા સેટમાં ૬-૪, ૬-૪, ૬-૪ થી હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. ડેનિલ મેદવેદેવે પોતાનો આ પહેલો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. આ હાર સાથે જ દુનિયાના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જાેકોવિચનું ૨૧મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું તૂટી ગયું. જાે નોવાક જાેકોવિચ યુએસ ઓપનનો ખિતાબ જીતી લેત તો તે પુરુષોમાં સૌથી વધુ સિંગલ્સનું ગ્રાન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બની જાત.

પરંતુ રશિયાના ડેનિલ મેદવેદેવે જાેકોવિચનું આ સપનું તોડી નાખ્યું. હાલ નોવાક જાેકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલ સાથે ૨૦-૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતીને જાેઈન્ટ રીતે પહેલા સ્થાને છે. જાેકોવિચે ત્રણ સેટ ગુમાવ્યા, જ્યારે ત્રીજીવાર ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચેલા ૨૫ વર્ષના મેદવેદેવે કરિયરનું પહેલું ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. આ વર્ષની શરૂઆતમાં તે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પણ પહોંચ્યો હતો.

જ્યાં નોવાક જાેકોવિચે તેને ખિતાબ જીતતા રોક્યો હતો. વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમમાં ડેનિલ મેદવેદેવે યુએસ ઓપનનો ખિતાબ જીતીને નોવાક જાેકોવિચને ઈતિહાસ રચતા રોક્યો. મેદવેદેવે જાેકોવિચને હરાવીને બદલો લઈ લીધો. જાેકોવિચે આ અગાઉ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

જાે તે યુએસ ઓપન જીતી જાત તો એક વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતનારો એટલે કે કેલેન્ડર સ્લેમ જીતનારો ખેલાડી બની જાત, હાલ પુરુષોમાં એક વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છેલ્લીવાર રોડ લેવરે જીત્યો હતો. લેવરે આ ઉપલબ્ધિ ૧૯૬૨ અને ૧૯૬૯માં મેળવી હતી. જ્યારે મહિલાઓમાં સ્ટેફી ગ્રાફે વર્ષ ૧૯૮૮માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.