Western Times News

Gujarati News

ભલે મુખ્યમંત્રી બદલાયા પરંતુ રાજ્ય પર તેની કોઈ ગંભીર અસર નહી પડે: પ્રહલાદ જાેશી

ગાંધીનગર, ગુજરાતમાં નવા મુખ્યણંત્રી ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે નેતૃત્વ પરિવર્તનથી રાજ્યને કોઈ અસર નથી થવાની એટેલે ભલે મુખ્યમંત્રી બદલાયા પરંતુ રાજ્ય પર તેની કોઈ ગંભીર અસર નહી પડે તેવું પ્રહલાદ જાેશી દ્વારા કહેવામાં આવ્યું છે.

ઉપરાંત તેમણે કહ્યું કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ જીતશે તેમા કોઈ બે મત નથી. વધુમાં તેમણે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીશે માહિતી આપતા કહ્યું કે તેઓ લો પ્રોઈફાલ મહી પરંચુ ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતી શકે તેવા મુખ્યમંત્રી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીશે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે એવું કહ્યું છે તે ભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના મિત્ર છે. જેથી મારી નારાજગીની વાત ખોટી છે. સાથેજ નીતીન પટેલે કહ્યું કે પાર્ટીએ મને જવાબદારી આપીને મોટો કર્યો છે. જેથી પાર્ટી પ્રત્યે પણ મારી કોઈ નારાજગી નથી.

સમગ્ર મામલે નિતીન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લીધા બાદ એવું કહ્યું કે અમે હવે સાથે મળીને કામ કરીશું. ઉપરાંત તેમણે ભૂપેન્દ્ર પટેલને પોતાના મિત્ર ગણાવીને કહ્યું કે તેમને સલાહ સૂચન આપવી મારી ફરજ છે. સાથેજ તેમણે કહ્યું કે પાર્ટી અને કાર્યકર્તાઓ માટે હું હંમેશા સાથે ઉભો છું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.