Western Times News

Gujarati News

પ્લાઝમા થેરાપીથી દર્દીમાં પ્રતિકૂળ અસર જોવા મળી

નવી દિલ્હી, કોવિડ સંક્રમિત દર્દી માટે પ્લાઝમા થેરાપી કેટલી અસરદાર છે? આને લઈને વાદ-વિવાદ અત્યાર સુધી થઈ રહ્યા છે. આ દરમિયાન એક તાજેતરની સ્ટડીએ પ્લાઝમા થેરાપી પર પ્રશ્ન ઉભા કર્યા છે. સ્ટડી અનુસાર પ્લાઝમા થેરાપીથી કોરોના સંક્રમિત દર્દીને કોઈ મદદ મળી નથી પરંતુ આના કારણે ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ અથવા તેના જાેખમ સામે આવ્યા.

પ્લાઝમા થેરાપીમાં સંક્રમિત દર્દીને એવા શખ્સના પ્લાઝમા આપવામાં આવે છે જે કોરોનાને હરાવી ચૂક્યા છે. કોવિડની બીજી લહેર વચ્ચે ઑક્સિજન, બેડની સાથે-સાથે પ્લાઝમાની માગમાં પણ ઝડપથી વધારો આવ્યો હતો પરંતુ હવે કેનેડાની આ સ્ટડીએ સૌને ચોંકાવી દીધા છે. આ સ્ટડી નેચર પત્રિકાની છે.

હોસ્પિટલમાં દાખલ કોવિડ સંક્રમિત માટે પ્લાઝમા થેરાપી નામથી થયેલી સ્ટડીમાં ૯૪૦ દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતો જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. પ્લાઝમા થેરાપીવાળા કુલ દર્દીઓમાંથી ૩૩.૪ ટકા દર્દીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જેમા ઓક્સિજનનુ લેવલ ઘટવુ, શ્વાસ લેવામાં તકલીફ. ત્યાં જે લોકોને પ્લાઝ્‌મા થેરાપી આપવામાં આવી નહતી. તેમાંથી ૨૬.૪ ટકાને જ આ પ્રકારની મુશ્કેલી આવી.

૩૦ દિવસ ચાલનારી આ સ્ટડીના આખરમાં જણાવાયુ છે કે જેમણે પ્લાઝમા થેરાપી લીધી હતી. તેમના મૃત્યુનો આંક પણ થોડો વધારે હતો. જે ગ્રૂપને પ્લાઝ્‌મા થેરાપી આપવામાં આવી નથી તેમાં મોતની સંખ્યા ૨૦.૫ ટકા હતો. સ્ટડી અનુસાર, કોવિડ સંક્રમણની જાણ થયા બાદ ૮ દિવસ બાદ લગભગ તમામ દર્દીઓને પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.