Western Times News

Gujarati News

રાજ્યમાં આજે કોરોનાના નવા કુલ ૧૨ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૬ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધી ૮,૧૫,૩૮૬ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ૯૮.૭૬ પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

આજના દિવસમાં જાેકે રસીકરણ પ્રમાણમાં ઘણુ ઓછુ રહ્યું હતું. રાજ્યમાં ૧,૪૯,૪૮૬ રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૬૧ દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૫૬ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૫,૩૮૬ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.તો બીજી તરફ ૧૦૦૮૨ નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.

જાે કે રાહતના સમાચાર છે કે આજના દિવસમાં એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નિપજ્યું નથી. આજે નવા નોંધાયેલા ૧૨ કેસની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં ૬ કેસ, વડોદરા કોર્પોરેશનમાં ૪, જામનગર અને સુરત કોર્પોરેશનમાં ૧-૧ કેસ નોંધાયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૪ને પ્રથમ અને ૧૭૧૮ ડોઝ અપાયા છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૦૩૯૨ અને ૧૬૯૭૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૫૯૯૨૨ નાગરિકોને રસીનો પ્રથમ અને ૫૦૪૭૮ નાગરિકોને રસીનો બીજાે ડૌઝ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે ૧,૪૯,૪૮૬ નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ ૫,૨૫,૭૭,૬૩૪ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.