Western Times News

Gujarati News

હિન્દુ સભ્યતા નષ્ટ કરવા ઈચ્છે આતંકીઓઃ સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી, ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કંદહાર પ્રકરણનો ઉલ્લેખ કરતાં તેને ભારતના આધુનિક ઈતિહાસમાં આતંકીઓ સામેનું સૌથી ખરાબ આત્મસમર્પણ ગણાવ્યું છે.

સ્વામીએ કહ્યું કે ૧૯૯૯માં અપહરણ કરાયેલા ઈન્ડિયન એરલાઈન્સના વિમાનયાત્રીઓના બદલે અફઘાનિસ્તાનના કંદહારમાં આતંકવાદીઓને મુકત કરવા તે સૌથી ખરાબ આત્મસમર્પણ ગણવામાં આવે છે.

સ્વામીનું ‘હ્યુમન રાઈટ્‌સ એન્ડ ટેરરિઝમ ઈન ઈન્ડિયા’ નામનું એક નવું પુસ્તક આવ્યું છે, તેમાં જણાવાયું છે કે કેવી રીતે આતંકવાદીઓનો મુકાબો કરવામાટે ઉચિત પ્રતિબંધોની અંદર માનવીય અને મૂળભૂત અધિકારો સાથે સામંજસ્ય સ્થાપિત કરી શકાય છે. આ સંવિધાનમાં અનુમત છે અને સુપ્રિમ કોર્ટ તરફથી તેને જાળવી રખાયું છે.

તેમનું કહેવું છે કે આ અભ્યાસની માન્યતા છે કે આતંકવાદને રોકવા માટે ભારતે એક રાષ્ટ્રના રૂપમાં ઓળખની અવધારણાને પ્રોત્સાહન આપવું જાેઈએ. તેઓ આ પુસ્તકમાં લખે છે કે આ ઓળખથી માનવાધિકારની આધારશિલાને પુનર્ગઠિત કરવામાં આવી હોય ત્યારે સુરક્ષિત માનવાધિકાર સાથે આતંકવાદની સરખામણીકરવાની રણનીતિ તૈયાર કરી શકાય છે.

સ્વામીના જણાવ્યા અનુસાર ભારત આજે પાકિસ્તાન, તાલિબાન નિયંત્રિત અફઘાનિસ્તાન, આઈએસઆઈએ અન્ય ધર્મ આધારિત આતંકવાદીઓ અને ચીન સમર્પિત પૂર્વોત્તરના ઉગ્રવાદીઓથી ઘેરાયેલું છે. હવે આપણે તેનું પૂર્ણ સમાધાન કરવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.