Western Times News

Gujarati News

બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન રાષ્ટ્રીય પોષણ મહિનો ઉજવણી કરી

ભરૂચમાં 7500 થી વધુ પરિવારોના જીવનને અસર કરે છે

ભરૂચ, નેશનલ ન્યુટ્રિશન મંથના અવસરે બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન (બીએનએફ) દ્વારા ભારતનાં 8 રાજ્યમાં 300થી વધુ ગામ અને ઝૂંપડપટ્ટીઓમાં ફેલાયેલા 1 લાખથી વધુ લાભાર્થીઓના જીવનને હકારાત્મક રીતે સ્પર્શવા માટે કટિબદ્ધતા ઊભી કરી છે. ફાઉન્ડેશનની સ્થાપના બાળકો, પુખ્તો અને મહિલાઓમાં કુપોષણને પહોંચી વળવાના ધ્યેય સાથે 2010માં કરવામાં આવી હતી.

બ્રિટાનિયા ન્યૂટ્રિશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી વરુણ બેરીએ જણાવ્યું હતું કે બાળ કુપોષણ દરેક 3માંથી 1 બાળકને અસર કરતી હઠીલી સમસ્યા છે. પોષણને પહોંચનો અભાવ વિકારી વૃદ્ધિ અને વિકાસ પ્રેરિત કરે છે.

અમે 11 વર્ષ પૂરાં કર્યાં છે ત્યારે બ્રિટાનિયા ન્યૂટ્રિશન ફાઉન્ડેશન કુપોષણન નાથવા અને કુપોષણ અને એનિમિયો મુક્ત ભારત માટે સરકારના ધ્યેયને ટેકો આપવા કટિબદ્ધ છે. અમે જિલ્લા સ્તરીય સત્તાવાળા અને અન્ય ભાગીદારો સાથે તેમના પ્રયાસોને મજબૂત બનાવવા માટે નિકટતાથી કામ કરી રહ્યા છીએ અને 1 લાખથી વધુ બાળકો, પુખ્તો અને માતાઓ સુધી પહોંચવાના અમારા પ્રયાસોને હવે વધુ બહેતર બનાવ્યા છે.

છેલ્લાં 11 વર્ષમાં બીએનએફ દ્વારા સરકારી અને બિન સરકારી હિસ્સાધારકો સાથે ભાગીદારીમાં બાળકો, પુખ્તો અને મહિલાઓમાં કુપોષણ અને લોહની ઓછપ એનિમિયાનાં મૂળ કારને ઓળખવા અને તે દૂર કરવા માટે અનેક પહેલો હાથમાં લીધી છે.

તેની મોજીક કટિબદ્ધતાના ભાગરૂપ બીએનએફ દ્વારા તેના બે ફ્લેગશિપ પ્રોગ્રામ સ્વસ્થ ભારત અને સુપોષણ થકી 7500 પરિવારમાં 3 બ્લોકમાં 48 ગામમાં પહોંચી છે. આ કાર્યક્રમ 78 આંગણવાડીઓના મજબૂત નેટવર્કમાં પણ વિસ્તારવામાં આવ્યો છે.

સ્વસ્થ ભારત પ્રોગ્રામ બાળકોને સ્તનપાન કરાવવાના વ્યવહારો, આહારમાં વિવિધતા, હાઈજીન અને સેનિટેશન સેવા પહોંચ અને ડિલિવરી મજબૂત કરવા સહિત મુખ્ય યોગદાનકારી પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરીને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણની ઓછપ સક્રિય રીતે દૂર કરવા માટે સમર્પિત છે.

આ કાર્યક્રમનું અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટક એ છે કે ખાસ કરીને મહિલાઓ સહિત સમુદાયોને સહભાગી કરવામાં આવે છે અને તેમને પરિવર્તનકારી બનવા માટે સશક્ત બનાવવામાં આવે છે. સહભાગી વિકાસના આ અભિગમ ઉપરાંત આરોગ્ય અને પોષણ સબંધી જ્ઞાનના પ્રસાર અને તે લાગુ કરવાની ખાતરી રાખવા સાથે કુપોષણના આંતરપેઢીકીય ચક્રને તોડવામાં પણ મદદ કરે છે.

આ જ રીતે સુપોષણ કાર્યક્રમ પુખ્તોમાં એનિમિયાને પહોંચી વળે છે, જ્યાં પુખ્તોમાં લોહની સપાટીની નિયમિત દેખરેખ રાખવા સિવાય આરોગ્ય, પોષણ અને હાઈજીનના વ્યવહારોનો પણ યોગ્ય અમલ કરવા પ્રત્યે જ્ઞાન અને હકારાત્મક વલણ વિકસાવવા માટે વ્યાપક અભિગમ આઈએફએ પૂરકોનું સેવન કરવા પણ પ્રોત્સાહન આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.