Western Times News

Gujarati News

પહેલા યુપીમાં માફિયાઓનું રાજ ચાલતું હતું, યોગી સરકારમાં બધા જેલમાં પહોંચ્યા: મોદી

લખનૌ, આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજથી પશ્ચિમ યુપીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અલીગઢ પહોંચ્યા. અહીં તેમણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા. ત્યારબાદ તેમણે સંબોધન કર્યું. પીએમ મોદીનો આ પ્રવાસ આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજ અલીગઢ માટે, પશ્ચિમી યુપી માટે ખુબ મોટો દિવસ છે. આજે રાધાષ્ટમી છે, જે આજના દિવસને વધુ પુનિત બનાવે છે. વ્રજ ભૂમિના કણ કણમાં રાધા જ રાધા છે. હું સમગ્ર દેશને રાધાષ્ટમીની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

પૂર્વ સીએમ કલ્યાણ સિંહને યાદ કરતા તેમણે કહ્યું કે આજે કલ્યાણ સિંહ આપણી સાથે હોત તો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ સેક્ટરમાં બની રહેલી અલીગઢની નવી ઓળખ જાેઈને ખુબ ખુશ થાત.

તેમણે કહ્યું કે આજે જ્યારે દેશ પોાતની આઝાદીનો ૭૫મો પર્વ મનાવી રહ્યો છે, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ કોશિશોને ગતિ આપવામાં આવી છે. ભારતની આઝાદીમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના યોગદાનને નમન કરવાનો આ પ્રયત્ન એવો જ એક પાવન અવસર છે. આજે દેશના દરેક એ યુવા જે મોટું સપનું જાેઈ રહ્યા છે, જે મોટો લક્ષ્યાંક મેળવવા માંગે છે તેમણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી વિશે જરૂર જાણવું જાેઈએ. જરૂર વાંચવું જાેઈએ.

પીએમએ કહ્યું કે આપણા આઝાદીના આંદોલનમાં એવા અનેક મહાન વ્યક્તિત્વોએ પોતાનું બધુ જ ખપાવી દીધું. પરંતુ આ દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી બાદ આવા રાષ્ટ્ર નાયક અને રાષ્ટ્ર નાયિકાઓની તપસ્યાથી દેશને આગામી પેઢીઓને પરિચિત કરાવવામાં આવ્યા નહીં. તેમની ગાથાઓને જાણવામાં દેશની અનેક પેઢીઓ વંછિત રહી ગઈ. ૨૦મી સદીની એ ભૂલોને આજે ૨૧મી સદીનું ભારત સુધારી રહ્યું છે.

આજે દેશના પ્રધાનમંત્રી હોવાના નાતે ફરીથી એકવાર મને એ સૌભાગ્ય મળ્યું છે કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ જેવા વિઝનરી અને મહાન સ્વતંત્રતા સેનાનીના નામે બની રહેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરી રહ્યો છું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી ફક્ત ભારતની આઝાદી માટે જ નહતા લડ્યા પરંતુ તેમણે ભારતના ભવિષ્યના નિર્માણના પાયામાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. તેમણે પોતાની દેશ વિદેશની યાત્રાઓમાં મળેલા અનુભવોનું ઉપયોગ ભારતની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે કર્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે પણ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીએ જમીન આપી હતી. વૃંદાવનમાં આધુનિક ટેક્નિકલ કોલેજ, તેમણે પોતાના સંસાધનો, પૈતૃક સંપત્તિ દાન કરીને બનાવડાવી હતી.

તેમણે કહ્યું કે આજે જે યુનિવર્સિટીનો શિલાન્યાસ થયો છે તે આધુનિક શિક્ષણનું એક મોટું કેન્દ્ર બનશે અને સાથે સાથે દેશમાં રક્ષા સંબંધિત અભ્યાસ, રક્ષા ઉત્પાદન સંબંધિત ટેક્નોલોજી અને મેનપાવર બનાવનારું સેન્ટર પણ બનશે. આજે દેશ જ નહીં દુનિયા પણ જાેઈ રહી છે કે આધુનિક ગ્રેનેડ અને રાઈફલથી લઈને ફાઈટર વિમાનો, ડ્રોન, જહાજાે વગેરે ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. ભારત દુનિયાના એક મોટા ડિફેન્સ ઈમ્પોર્ટરની છબીથી બહાર નીકળીને દુનિયાના એક મહત્વના ડિફેન્સ એક્સપોર્ટરની નવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.

પીએમએ કહ્યું કે જે અલીગઢ ગઈ કાલ સુધી તાળા દ્વારા ઘર, દુકાનોની રક્ષા કરતું હતું તે ૨૧મી સદીમાં હિન્દુસ્તાનની સરહદોની રક્ષા કરવાનું કામ કરશે. વન ડિસ્ટ્રિક, વન પ્રોડક્ટના માધ્યમથી યુપી સરકારે અલીગઢના તાળા અને હાર્ડવેરને એક નવી ઓળખ અપાવવાનું કામ કર્યું છે. અલીગઢમાં જ રક્ષા ઉત્પાદન સંબંધિત દોઢ ડઝન કંપનીઓ સેંકડો કરોડના રોકાણથી હજારો નવા રોજગાર બનાવશે.

અલીગઢ નોડમાં નાના હથિયાર, આયુધ, ડ્રોન, એરોસ્પેસ, મેટર કંપોનન્ટ્‌સ, એન્ટી ડ્રોન સિસ્ટમ જેવા ઉત્પાદનો બની શકે તે માટે નવા ઉદ્યોગ લગાવવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આજે ઉત્તર પ્રદેશ દેશ અને દુનિયાના દરેક નાના મોટા રોકાણકાર માટે ખુબ આકર્ષક સ્થાન બની રહ્યું છે. આવું ત્યારે બને છે જ્યારે રોકાણ માટે જરૂરી માહોલ બને છે, જરૂરી સુવિધાઓ મળે છે. આજે યુપી ‘ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ’નું એક મોટું ઉદાહરણ બની રહ્યું રહ્યું છે. સમાજમાં વિકાસની તકોથી જેને દૂર રાખવામાં આવ્યા, તેવા દરેક સમાજને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં તક મળી રહી છે. આજે યુપીની ચર્ચા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને મોટા ર્નિણયો માટે થાય છે.

જૂની સરકારનો યાદ કરીને પીએમએ કહ્યું કે એક સમય હતો કે જ્યારે અહીં શાસન-પ્રશાસન, ગુંડા અને માફિયાઓની મનમાનીથી ચાલતા હતા. પરંતુ હવે વસૂલી કરનારા, માફિયારાજ ચલાવનારા જેલના સળિયા પાછળ છે. યુપીના લોકો એ નહીં ભૂલી શકે કે પહેલા કેવા કૌભાંડો થતા હતા, કેવી રીતે રાજ-કાજને ભ્રષ્ટાચારીઓના હવાલે કરી દેવાયું હતું. આજે યોગીજીની સરકાર પૂરી ઈમાનદારીથી યુપીના વિકાસમાં લાગી છે.

પીએમ મોદીએ આ સમયે ખેડૂતો વિશે વાત કરતા કહ્યું કે દેશના જે નાના ખેડૂતોની ચિંતા ચૌધરી ચરણ સિંહજીને હતી, તેમની સાથે સરકાર એક સાથીની જેમ ઊભી રહે તે ખુબ જરૂરી છે. આથી કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ છે કે નાના ખેડૂતોને તાકાત આપવામાં આવે. એમએસપી દોઢ ગણું હોય, કિસાન ક્રેડિટકાર્ડનો વિસ્તાર થાય, વીમા યોજનામાં સુધાર થાય, ૩ હજાર રૂપિયાના પેન્શનની વ્યવસ્થા હોય, આવા અનેક ર્નિણયો નાના ખેડૂતોને સશક્ત કરી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.