Western Times News

Gujarati News

ચોરીના એલ્યુમીનીયમના ઇલેક્ટ્રીક વાયરો તથા બોલેરો ગાડી સાથે આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક અર્પિતા પટેલ ખેડા નડીયાદનાઓની સુચના મુજબ તથા નાપો અધિક્ષક જી.એસ , શ્યાન નડીયાદ વિભાગ તથા સી.પી.આઇ માતર ડી , જે.સીસાઓની મળેલ સુચના મુજબ મિલકત સબંધીત ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય

જે અનુસંધાને આજરોજ માતર પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.આર.ભરવાડ તથા અહેડકો દાદુસિંહ, તખતસિંહ, ધીરૂભાઇ, વિક્રમભાઇ લક્ષ્મણભાઈ બ.નં -૧૦૬ ર નાઓ સાથે ખાનર્ગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન અમારી સાર્થના અ.હેડકો દાદુસિંહનાઓને તેઓના બાતમીદારથી બાતમી હકીકત મળેલ

કે , નડીયાદથી અમદાવાદ તરફ એક મહેન્દ્રા બોલેરો ડાલુ નં – જીજે ૧૪ એક્સ ૬૭૬૩ માં કંઇક ગુનાહિત વસ્તુ લઇ જઇ હેલ છે જે બાતમી આધારે રધવાણજ ચોકડી નજીક મુરલીધર હોટલથી થોડે આગળ રોડ ઉપર વોચમા ઉભા હતા દરમ્યાન નડિયાદ તરફથી ઉપરોક્ત નંબરવાળુ મહેન્દ્રા બોલેરો ડાલુ આવતાં રોકી લઇ તપાસ કરતા

ડાલામાં એલ્યુમીનીયમના ઇલેક્ટ્રીકના વાયરો ૬૧૫ કિલો કિ.રૂ .૧,૪૪,૬૦૦ / – તથા વાયર કાપવા માટેનું કટાર તથા દાતરડું તેમજ બે મોબાઇલ મળી કુલ્લે રૂ .૬.૦૬,૧૫૦ / -નો મુદ્દામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ તેમજ આ કામના આરોપી ( ૧ ) વિશાલભાઇ ઝીણાભાઇ ડાભી ( ૨ત્ન દામજીભાઇ નકાભાઇ ઝીઝુવાડીયા બન્ને રહે – બાબરા તા – બાબરા જી – અમરેલી નાઓને સી.આર.પી.સી ૪૧ ( ૧ ) ડી મુજબ

અટક કરી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર એલ્યુમીનીયમના ઇલેક્ટ્રોનીક વાયરો સંતરામપુર નજીકના પાડેડી ગામેથી તેઓના સાગરીકોએ કેટીંગ કરી આપેલ હોવાનું બહાર આવેલ છે જે બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશનને ગુનો નોંધાયેલ છે આરોપીઓ વિરૂધા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.