Western Times News

Gujarati News

રંગરલીયા મનાવતા કોર્પોરેટરને આખરે પાર્ટીએ સસ્પેન્ડ કર્યો

મોડાસાના AIMIM કોર્પોરેટર રફીક શેખને પાર્ટીએ સસ્પેન્ડ કર્યાં

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક કોર્પોરેટરને લોકો દ્રારા કથીત રંગરલીયા મનાવતો રંગે હાથે ઝડપી પાડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

AIMIM ના મોડાસા પ્રમુખ ગુલામ એહમદ ખેરાડાએ કોર્પોરેટર રફીક શેખ ને તેના કથીત કૃત્ય બદલ પક્ષમાં થી તાતત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દેતા કોર્પોરેટર ના રાજકીય ભવિષ્ય પર જાણે હાલ પૂરતું પૂર્ણ વીરામ મુકાય ગયું છે.
બનાવની વિગત પ્રાપ્ત માહિતી અનુસાર એવી છે કે,

રવિવારની રાત્રીના સમયે કોર્પોરેટર રફીક શેખ ઘાંચી વાડા મસ્જિદ પાછળ રહેતી એક સ્ત્રી ના મકાનમાં કથિત રંગરલીયા મનાવવા ઘૂસ્યો હતો. જાેકે છેલ્લા ત્રણ દિવસ થી તાકમાં બેઠાલા કેટલાક લોકોએ જેવો રફીક શેખ અંદર ગયો કે તરત જ બહારથી દરવાજાે બંધ કરી દીધો

અને હોબાળો કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ રફીક શેખ ને સ્ત્રીના ઘરમાં થી બહાર કાઢી મેથીપાક ચખાડ્યો હતો.

ઘટનાની જાણ થતાં AIMIMના પ્રમુખ ગુલામ એહમદ ખેરાડા એ ઘટના સ્થળે પહોંચી રફીક પાસેથી પક્ષમાંથી રાજીનામુ લખાવી લીધું હતું. ત્યારબાદ સોમવારે પક્ષના હોદ્દેદારોની મિટિંગમાં રફીકને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ અંગેનો પત્ર પાલિકા ચીફ ઓફીસર તેમજ જિલ્લા કલેકટરને રવાના કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.