Western Times News

Gujarati News

દરિયા વચ્ચે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની બોટ પકડી

અમદાવાદ, ભારતીય તટરક્ષક દળા જહાજ ‘રાજરતન’ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સર્વેલન્સ મિશન દરમિયાન ભારતીય જળ સીમામાં ફરી રહેલી ‘અલ્લાહ પાવાવકલ’ નામની પાકિસ્તાની માછીમારી બોટ પકડી લીધી હતી. આ હોડીમાં ૧૨ ક્રૂ સભ્યો સવાર હતા, જેઓ પાકિસ્તાની હતા.

ભારતીય તટરક્ષક દળના જહાજે કમાન્ડન્ટ ગૌરવ શર્માના કમાન્ડ હેઠળ આ બોટને પડકારી હતી અને હવામાનની કઠીન તેમજ વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ જહાજના જવાનો બોટ પર પહોંચ્યા હતા.

આ હોડીને યોગ્ય એજન્સીઓ દ્વારા વધુ સંયુક્ત તપાસ માટે ઓખા ખાતે લઇ જવામાં આવી છે. નોંધનીય છે કે, ભારતીય તટરકક્ષક દળે છેલ્લા ચાર દિવસમાં દરિયામાં ડુબી રહેલી હોડીમાંથી રાત્રિ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા ઓપરેશન હાથ ધરીને હોડીમાં સવાર સાત માછીમારોના જીવ બચાવ્યા હતા અને અવિરત વરસાદ પડી રહેલા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા HADR પ્રયાસોમાં વધારો કરવા માટે હવાથી ફુલાવી શકાય તેવી છ બોટ પૂરી પાડી છે અને રાહત ટીમો પણ તૈનાત કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.