Western Times News

Gujarati News

ટાઈમ મેગેઝીનમાં વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં મોદી, મમતાને સ્થાન મળ્યું

નવીદિલ્હી, અમેરીકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝીનને વર્ષ ૨૦૨૧માં વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં પીએમ મોદી સહિત પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઈંસ્ટિટ્યુટના ઝ્રઈર્ં અદાર પૂનાવાલાને સ્થાન આપ્યું છે. ટાઈમની આ લિસ્ટ ૬ શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં પાયનિયર, આર્ટિસ્ટ, લીડર, આઈકોન, ટાઈટન અને ઈન્નોવેટરને શામિલ કરવામાં આવ્યા છે. દરેક શ્રેણીમાં વિશ્વભરના લોકોને શામિલ કરવામાં આવ્યા છે.

ટાઇમ મેગેઝિની આ યાદી વિશ્વભરમાં ઘણી વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આ યાદીમાં દરેક એન્ટ્રી એડિટર્સ દ્વારા ખૂબ જ રિસર્ચ પછી લેવામાં આવે છે. ટાઇમની પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં તાલિબાનના સહસંસ્થાપક અબ્દુલ ગની બરાદર પણ સામેલ છે. ઉપરાંત યાદીમાં જાે બાઇડન, કમલા હેરિસ, શી જિનપિંગ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ પણ સામેલ છે.

ગયા વર્ષે પણ ટાઇમ મેગેઝીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન આપ્યું હતું. ગયા વર્ષે આ યાદીમાં બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર સંશોધન કરનારા રવિન્દર ગુપ્તા અને શાહીનબાગના ધરણામાં હાજર બિલ્કિસનું નામ પણ હતું.

૨૦૨૦માં ટાઈમ મેગેઝિનના એક આર્ટીકલમાં પીએમ મોદીની પ્રસંશા કરી હતી. મેગેઝીને મોદી હેઝ યુનાઈટેડ ઈન્ડિયા લાઈક નો પ્રાઈમ મિનિસ્ટર ઈન ડેકેડ્‌સ એટલે કે મોદીએ એ રીતે ભારતને એકત્રિત કર્યું છે કે આટલા દશકોમાં કોઈપણ પીએમે નથી કર્યું. આ હેડીંગ સાથે મોટો આર્ટીકલ છાપ્યોહતો. આ આર્ટીકલને મનોજ લડવાએ લખ્યો હતો. જેમણે વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી દરમ્યાન નરેન્દ્ર મોદી ફોર પીએમ અભિયાન ચલાવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.