Western Times News

Gujarati News

ગાંધીનગરમાં મંત્રીઓના શપથ: ગુજરાતના લગભગ દરેક જિલ્લાને ન્યાય આપવામાં આવ્યો

ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓને ન્યાય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પંકજ દેસાઈ મુખ્ય દંડક તરીકે યથાવત રહેશે.

અત્યાર સુધી જે નામ સામે આવ્યા છે, તેમાં ક્યાંય જૂના જાેગીઓનો સમાવેશ નથી- નો રીપીટ થિયરી – નવા ચેહરાઓમાં યુવા વર્ગને પ્રાધાન્ય આપવામાં આવ્યું. 

ગાંધીનગર, આજે ગાંધીનગરમાં બપોરે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનારી છે. અત્યાર સુધી ભાજપે નવા મંત્રીમંડળના નામ પર ગુપ્તતા જાળવી હતી. ત્યારે હવે ધીરે ધીરે બંધ કવરમાંથી આ નામ ખૂલવા લાગ્યા છે.

જે મંત્રીઓને મંત્રી પદ મળ્યુ છે, અને તેઓ આજે બપોરે શપથ લેશે તેઓને ગાંધીનગરથી ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે ગાંધીનગરમાં ગુજરાતની નવી સરકારમાં ૨૭થી વધુ મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ફોન કરીને ખુશખબરી આપવામાં આવી રહી છે.

ભરૂચના દુષ્યંત પટેલ, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ, ભાવનગર પશ્વિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી, વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ,

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, રાજકોટના અરવિદ રૈયાણી, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર,

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, મોરવા હડફના ધારાસભ્ય નિષીષાબેન સુથાર, ધારાસભ્ય જીતુ ચૌધરી, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસંહ વાઘેલા, મહેમદાવાદ બેઠકના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ભાવનગરના મહુવાથી આરસી મકવાણા, કુબેરસિંહ ડિંડોર, રાજેન્દ્ર ત્રિવેદી મંત્રીમંડળના મંત્રીઓની જાહેરાત જાેતા કહી શકાય કે,

ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓને ન્યાય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પંકજ દેસાઈ મુખ્ય દંડક તરીકે યથાવત રહેશે. ગાંધીનગર રેન્જ આઇજી , ડીસીપી અને ડીવાયએસપી સુરક્ષાની સમીક્ષા કરવા રાજભવન પહેચ્યા છે. આ પહેલા ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતે સવારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા હતા.

ગાંધીનગરથી ધીરે ધીરે નવા મંત્રીઓના નામ સામે આવી રહ્યાં છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

અત્યાર સુધી જે નામ સામે આવ્યા છે, તેમાં ક્યાંય જૂના જાેગીઓનો સમાવેશ નથી. આવામાં અનેક સિનિયર નેતાઓના પત્તા કપાયા હોવાનું દેખાઈ રહ્યું છે. સાથે સિનિયર નેતાઓની નારાજગી પક્ષ સામે કોઈ પ્રકારનું દબાણ લાવી શકી નથી તે પણ દેખાઈ રહ્યું છે.

આજે તમામ નવા મંત્રીમંડળની શપથવિધિ બપોરે દોઢ કલાકે રાજભવનમાં યોજાઈ હતી. ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે બપોરે થનારી શપથવિધિની તૈયારીઓ તેજ બની છે. ગઇ કાલે ફાડી નાંખવામાં આવેલા બેનરના સ્થાને હવે નવા બેનર લગાડવાની શરૂઆત કરાઈ છે. આજના બેનરમાં માત્ર શપથ વિધિનો જ ઉલ્લેખ કરાયો છે. .HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.