Western Times News

Gujarati News

અમદાવાદના બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર્સનો ૪૦૧ કરોડની મોર્ગેજ લોનનો કાંડ

પૂર્વ ધારાસભ્ય અને સામાજીક કાર્યકર ડો.કનુ કલસરીયાનો બિલ્ડર આશિષ શાહ પર આક્ષેપ

અમદાવાદ, બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશીષ શાહ અને તેમની પત્ની તથા કંપનીના ડાયરેકટર અને પરીવારજનોએ એલઆઈસી હાઉસીગ ફાયનાન્સીયલ લી. કંપનીના અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવાના ઈરાદે ગેરકાયદે ગાંધીનગરના અગોરા મોલના બાંધકામને ૪પ યુનિટ તરીકે દર્શાવ્યા હતા.

જેમાં મોલના હયાત બાંધકામ કરતા ત્રણથી ચાર ગણું વધારે એટલે કે ૭ર હજાર ચોરસ મીટર બાંધકામ બતાવી ટાઈટલ મેળવીને મોર્ગેજ કરીને રૂા.૪૦૧.૭૦ કરોડની લોન મંજુર કરાવીને ગુજરાતના ઈતિહાસમાં કયારેય ન હોય તેવું મસમોટું કૌભાંડ આચર્યું હોવાનો સણસણતા આક્ષેપ પૂર્વ ધારાસભ્ય અને સામાજીક કાર્યકર ડો.કનુ કલસરીયાએ કર્યો છે.

આગામી સમયમાં તેઓ આ મામલે બિલ્ડર સામે સીબીઆઈ અને સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવા માગ કરશે.ડો. કનુ કલસરીયાએ કરેલા આક્ષેપમાં જણાવ્યું છે કે, બાલાજી અગોરા ગૃપના બિલ્ડર આશીષ શાહ, ડાયરેકટર પત્ની બિનીતા શાહ અને ડાયરેકટરો તથા પરીવારજનોએ વડોદરામાં એક સ્કીમ માટે એલઆઈસી હાઉસીગ ફાયનાન્સ લી.કંપની પાસેથી રૂ.૪૦૧.૭૦ કરોડની લોન મંજૂર કરાવી હતી.

આ લોન માટે તેમણે વડોદરાની સબરજીસ્ટ્રાર ઓફીસની કચેરીમાં મોર્ગેજ ડિડમાં સિકયોરીટી પેટે મિલકત મોર્ગેજ કરી હતી. જેમાં વડોદરાના અગોરા સિટી સેન્ટરની મિલકતો, મહેસાણાની બાલાજી સ્ટેટસની મિલકતો અને ગાંધીનગરના સુઘડમાં ૧૪,૬૭૦ સ્કેવર મીટરની જમીન પર બાંધેલા અગોરા મોલની કોમર્શીયલ બાંધકામવાળી મિલકતને સિકયુરીટી તરીકે મોર્ગેજ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.