Western Times News

Gujarati News

ગણેશ વિસર્જનને લઈને ભરૂચ પાલિકા બે કૃત્રિમ કુંડ ઉભા કરવાની તૈયારીમાં લાગી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કોરોના મહામારીના બે વર્ષ બાદ સમગ્ર ભારતભરમાં ભાદરવા સુદ ચોથ થી ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કોવિડની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી રહી છે.

ત્યારે દશ દિવસનું આતિથ્ય માણી આગામી ભાદરવા સુદ ચૌદશના દિને ગણેશ પ્રતિમાનું ભક્તો દ્વારા વિસર્જન કરનાર હોય જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ગણેશ વિસર્જનને લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા બે કુત્રિમ કુંડ ઉભા કરવાની તૈયારીમાં લાગી ગઈ છે.

કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષ થી અનેક તહેવારો ફિક્કા પડ્યા હતા.જે બાદ મહામારી ઓછી થતા સરકાર દ્વારા આંશિક છૂટછાટ વચ્ચે કોરોનાની ગાઈડલાઈન અનુસાર તહેવારો કરવાની પરવાનગી આપી છે.

જેમાં હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવના તહેવારને લઈ નાના પંડાલોમાં ચાર ફૂટ ની માટીની પ્રતિમાની સ્થાપના કરવી,ટોળા ભેગા ન કરવા સહીતના અનેક પ્રતિબંધો વચ્ચે ગણેશોત્સવની પરવાનગી આપતા ગણેશ આયોજક મંડળો દ્વારા તેની ઉજવણી થઈ રહી છે.ત્યારે ગણેશ વિસર્જનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે પ્રતિમાઓના વિસર્જન માટે કુત્રિમ તળાવ બનવાની તૈયારીઓ ભરૂચ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.

જેમાં પર્યાવરણ અને નર્મદા નદીને નુકસાન ન થાય તેણી કાળજીપૂર્વકનું આયોજન હાથ ધરાયું છે અને તે માટે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત આવેલ જે.બી.મોદી પાર્ક નજીક અને મક્તમપુરના નર્મદા બંગ્લોઝ નજીક કૃત્રિમ કુંડ બનાવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.જેથી આગામી ભાદરવા સુદ ચૌદશના દિવસે ગણેશ ભક્તો ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકે.

નર્મદા નદીમાં પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ હોવાના કારણે ભક્તોને વિસર્જન કરવામાં કોઈ તકલીફ ન પડે અને નર્મદા નદીને પ્રદુષિત થતી અટકાવવાના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે.તો બીજી બાજુ વિસર્જન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસ પણ તૈયારીઓમાં લાગી ગઈ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણ હાથ ધરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.