Western Times News

Gujarati News

ભરૂચના સ્વામિનારાયણ મંદિરના એન્ટ્રી ગેટ વિસ્તારને તોડવાની કામગીરીથી ભક્તો રોષે ભરાયા

FILE

કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કામગીરી હાથ ધરતા ભક્તો રોષે ભરાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સ્વામીનારાયણ મંદિર પર નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા એન્ટ્રી વિસ્તાર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવતા ભકતોમાં રોષની લાગણી ફેલાઈ હતી.ભરૂચ સ્થિત સ્વામીનારાયણ મંદિર વર્ષોથી બનાવેલ છે અને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કામગીરી હાથ ધરતા ભક્તો રોષે ભરાતા કામગીરી હાલ પૂરતી બંધ કરવામાં આવી હતી.

સ્વામીનારાયણ ભક્ત નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે NHAI દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલ હાઈવે પર દબાણ હટાવાનું કામ શરૂ કર્યું છે.તેઓના લીસ્ટ પ્રમાણે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી.નવા અધિકારી પ્રમાણે વડોદરા થી મુંબઈ સુધીની જવાબદારી હાથ ધરવામાં આવી છે તે પ્રમાણે તેઓ કામગીરી હાથધરી રહ્યા નથી,રસ્તાઓ બિસ્માર હાલતમાં છે.

હાઈવે પર મસમોટા ખાડા પડી રહ્યા છે તેમાં લોકોના મોત નિપજ્યાં છે. જેઓ પર ૩૦૨ ની કલમ લાગવી જાેઈએ. અકસ્માતમાં વ્યક્તિઓ ખાડાના લીધે મૃત્યુ પામે છે તો ખાડા પુરવાની જવાબદારી હાથ ધરવામાં આવતી નથી અને જ્યારે જમીન સંપાદન થયું હતું તે સમયે એન્ટ્રી આપવાની જવાબદારીની હતી. પરંતુ દ્વારા નવ નવ લાખ રૂપિયા એન્ટ્રી લેવા માટે લેવામાં આવ્યા હતા તેમ જણાવ્યું હતું.

જે તે એન્ટ્રી માટે સર્વિસ રોડ બનવા જાેઈએ અને ગામડાઓમાં કોઈપણ પ્રકારના સર્વિસ રોડ આપ્યા નથી.રોડ ક્રોસિંગ પર નાળા નથી બનાવામાં આવ્યા.રસ્તાના અયોગ્ય બાંધકામને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકોને નુકશાન પહોંચે છે.

યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી અને કોઈપણ પ્રકારની નોટિસ વિના જેસીબી દ્વારા સ્વામીનારાયણ મંદિરની એન્ટ્રી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી અન આવડત ધરાવતા લોકો દ્વારા કોઈપણ સમયે કોઈપણ ર્નિણય લઈને કામગીરી હાથ ધરાઈ હોવાના આક્ષેપો સ્વામીનારાયણના ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્વામીનારાયણ ભક્તો દ્વારા વિરોધ કરવામાં આવતા NHAI દ્વારા હાલ પુરતી કામગીરી બંધ રાખવામાં આવી છે.ત્યારે આવનાર દિવસો માં શું કાર્યવાહી કરવામાં આવે છે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.