Western Times News

Gujarati News

ઝઘડીયા GIDCમાં લોખંડનું સ્ટ્રક્ચર લઈ જતા ટ્રેલરમાંથી સ્ટ્રક્ચર નીચે પડતા ચક્કાજામ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર તરફથી ઝઘડિયા જીઆઈડીસીને જાેડતા દઢાલ નજીકના અમરાવતી નદી પર બનેલા પુલની કામગીરી ચાલતી હોય નવ માસ માટે દક્ષિણ ગુજરાત તરફ થી અંકલેશ્વર થઈ ઝઘડિયા જીઆઈડીસીમાં જતા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં જતા મોટા તથા ઊંચા વાહનો માટે જીઆઈડીસી પહોંચવા વાયા ઝઘડિયા, સેલોદ થઈ અને એકમાત્ર રોડ ચાલુ છે.જેથી અહીં વાહનોનું ભારણ મોટા પ્રમાણમાં રહે છે.

આજરોજ એક વડોદરા આરટીઓ પાર્સિંગનુ મોટુ ટ્રેલર ઝઘડીયા જીઆઇડીસીમાં કોઈ કંપનીમાં મોટા લોખંડના સ્ટ્રક્ચર ભરી વાયા ઝઘડીયા થઈ જીઆઇડીસી જતું હતું.વંઠેવાડ પસાર કર્યા બાદ ફૂલવાડી પાટિયા અને સેલોદ ગામ વચ્ચે અચાનક ટ્રેલરમાં બાંધેલ સ્ટ્રક્ચરની સાંકળ તૂટી જતા સ્ટ્રકચરના બે પડખા રોડ પર પડ્યા હતા.

ઝઘડીયા થી જીઆઈડીસીને જાેડતા એકમાર્ગીય રોડ આખો રોકીને ચાલતા સ્ટ્રક્ચર ભરેલા ટ્રેલરના કારણે અને તેની સાકળ તૂટતા અને સ્ટ્રકચર નીચે પડી જતા વાહનોની લાંબી કતારો ઝઘડીયાથી જીઆઈડીસી રોડ પર વાહનોની લાઈનો લાગી હતી.

વહેલી સવારે ફર્સ્‌ટ શિફટમાં જતા કંપની કર્મચારીઓના વાહનો તથા માલવાહક વાહનો, ઝઘડીયાથી વાલિયા જતા એસ.ટી.ના વાહનો તથા ખાનગી પેસેન્જર વાહનોના કારણે એક કિલોમીટરથી વધુ લાંબી લાઈનો જીઆઈડીસી રોડ પર જામી હતી.

ઘટનાના પગલે ટ્રેલરના ચાલક ટ્રેલર છોડી ભાગી ગયો હતો.કલાકો સુધી રોડ પરથી સ્ટ્રક્ચર નહિ હટાવાતા વાહન ચાલકોએ ભારે હાડમારીનો સામનો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.