Western Times News

Gujarati News

ભિલોડાના ટોરડા ગ્રામ પંચાયતની બેદરકારીથી પ્રજાજનો હેરાન-પરેશાન

ભિલોડા, ચોમાસાની સીઝન દરમ્યાન ચોમાસુ તેની પુરી કળાએ ખીલ્યું છે ત્યારે અનરાધાર વરસાદ વરસી રહયો છે. ગટર લાખો રૂપિયાના ખર્ચા પછી પણ અધુરી રહે અને તે ગટરમાંથી ઉભરાતું પાણી આસપાસના લોકોના ઘરોમાં આવી જાય તો ગામ લોકોના કેવા હાલ થાય.

ભિલોડા તાલુકાના ટોરડા ગામની થોડા સમય પહેલા પંચાયતમાં એ.ટી.વી.ટી.ની ગ્રાન્ટમાંથી એક લાખ રૂપિયાના ખર્ચે ગટરલાઈન મંજૂર થઈ હતી. કામકાજ પણ શરૂ થઈ ગયું હતું પરંતુ કોઈ અગમ્ય કારણસર આ કામ અધુરી મુકી દીધું છે. કારણ ગમે તે હોય પરંતુ ટોરડા ગામની ગટર પૂર્ણ ન કરી શકે તે એક સવાલ મનસુરી ફળીના લોકોને સતાવી રહયો છે.

ભિલોડા તાલુકાના ટોરડા ગામની થોડા સમય પહેલા પંચાયતમાં એ.ટી.વી.ટી.ની ગ્રાન્ટમાંથી એક લાખ રૂપિયાનો ખર્ચે ગટર લાઈન મંજૂર થઈ હતી. કામકાજ પણ શરૂ થઈ ગયું હતું પરંતુ કોઈ અગમ્ય કારણસર આ કામ અધુરું મુકી દીધું છે. કારણ ગમે તે હોય પરંતુ ટોરડા ગામની ગટર પૂર્ણ ન કરી શકે તે માટે એક સવાલ મનસુરી ફળીના લોકોને સતાવી રહયો છે.

લોકોએ સ્થાનીક સત્તાધીશોથી લઈ જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા કલેકટરને પણ રજુઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા નિરાશ થયેલ હોવાનું જાણવા મળે છે. સાથે સાથે નજીકમાં જ આવેલ ગાંધી ફળીમાં પણ યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા નહી હોવાના કારણે ગંદકી થાય છે તેમજ ગત ચોમાસામાં વરસાદને કારણે મકાન ધરાશાયી થતા તેનું કોઈ વળતર પણ ચુકવાયું નથી વારંવારની રજુઆતો છતાં તંત્રનું પેટનું પાણી હાલતું ન હોવાનું જાણવા મળે છે.

સાથે સાથે નજીકમાં આવેલ ગાંધી ફળીમાં પણ યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા નહી હોવાના કારણે ગંદકી થાય છે. તેમજ ગત ચોમાસામાં વરસાદને કારણે મકાન ધરાશાયી થતા તેનું કોઈ વળતર પણ ચુકવાયું નથી વારંવારની રજુઆતો છતાં તંત્રનું પેટનું પાણી હલતું ન હોવાનું જાણવા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.