Western Times News

Gujarati News

જન્મદિવસ આવશે ને જશે પરંતુ કાલનો દિવસ મનને સ્પર્શી ગયો: મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને કોરોના રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે કાલે મારો જન્મદિવસ હતો પરંતુ આપ તમાને આ દિવસને ખાસ બનાવી દીધો. પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં કાલે રેકોર્ડ ટીકાકરણ થયુ છે.

જન્મદિવસ તો આવશે અને જશે પરંતુ કાલનો દિવસ મારા મનને સ્પર્શી ગયો. કાલે દેશમાં વેક્સિનનો રેકોર્ડ 2.5 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા.

પીએમ મોદીએ કહ્યુ, હુ દેશના તમામ ડોક્ટર, મેડીકલ સ્ટાફ, વહીવટીતંત્ર સાથે જોડાયેલા લોકોની પણ વખાણ કરવા ઈચ્છુ છુ. તમામના પ્રયાસોથી કાલે ભારતે એક જ દિવસમાં અઢી કરોડ કરતા પણ વધારે લોકોને વેક્સિન આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.

જન્મદિવસ તો ઘણા આવશે અને ઘણા જશે પરંતુ હુ મનથી હંમેશા આ વસ્તુથી અલિપ્ત રહુ છુ. આ તમામ બાબતોથી હુ દૂર રહ્યો છુ પરંતુ મારી આટલી ઉંમરમાં કાલનો દિવસ મારા માટે ઘણો ભાવુક કરી દેનારો હતો.

પીએમ મોદીએ આગળ કહ્યુ, મેડીકલ ફિલ્ડના લોકો, જે લોકો ગયા બે વર્ષથી કાર્યરત છે, પોતાના જીવની પરવા કર્યા વિના કોરોના સામે લડવામાં દેશવાસીઓની મદદ કરી રહ્યા છે, તેમણે કાલે જે રીતે વેક્સિનેશનનો રેકોર્ડ બનાવીને બતાવ્યો છે, તે ઘણી મોટી વાત છે.

દરેકે આમાં ઘણો સહયોગ કર્યો છે. લોકોએ આને સેવા સાથે જોડ્યુ. આ તેમનો કરૂણા ભાવ, કર્તવ્ય ભાવ જ છે જે અઢી કરોડ વેક્સિન ડોઝ લગાવાઈ શક્યા.

દેશમાં કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે રસીકરણ અભિયાનને મોટુ પ્રોત્સાહન આપતા રસીકરણની 2.50 કરોડથી વધારે ડોઝ આપીને એક રેકોર્ડ બનાવ્યો. દેશમાં અત્યાર સુધી આપવામાં આવેલા ડોઝ અડધી રાતે 12 વાગે 79.33 કરોડના આંકડાને પાર કરી ગયા. આના પહેલા દૈનિક ડોઝનો રેકોર્ડ ચીને બનાવ્યો હતો, જ્યાં જૂનમાં 2.47 કરોડ ડોઝ લગાવાયા હતા.

પીએમ મોદીએ કહ્યુ, ભારતે પોતાના વેક્સિનેશન અભિયાનમાં ટૂરિઝમ સેક્ટર સાથે જોડાયેલા રાજ્યોને ઘણી પ્રાથમિકતા આપી છે. પ્રારંભમાં અમે કહ્યુ નહીં કેમ કે આની પર પણ રાજનીતિ થવા લાગી પરંતુ આ ઘણુ જરૂરી હતુ કે અમારા ટૂરિઝ્મ ડેસ્ટિનેશન્સ ખુલે. કેન્દ્ર સરકારે પણ તાજેતરમાં વિદેશી પર્યટકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.

ભારત આવનારા 5 લાખ પર્યટકોને મફત વિઝા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.