Western Times News

Gujarati News

મારે માટે કોઈ નો રિપીટ થિયરી લાગૂ પડતી નથી: મધુ શ્રીવાસ્તવ

ગાંધીનગર, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વર્ષ-૨૦૨૨ની વિધાનસભામાં પોતે ચૂંટણી લડશે અને ભાજપના બેનર પરથી જ ચૂંટણી લડશેે. તેમ કહી ઉમેર્યું હતું કે, ત્યારપછીની વિધાનસભામાં એટલે કે વર્ષ-૨૦૨૭ની ચૂંટણીમાં મારા પરિવારમાંથી જ ઉમેદવાર ચૂંટણી લડશે અને તે પણ વાઘોડિયા બેઠક પરથી જ.

ગુજરાતમાં પહેલીવાર વિજય રુપાણી કેબિનેટના મંત્રીઓ માટે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. જેનો વિવાદ હજી શમ્યો નથી અને સિનિયર આગેવાનોની નારાજગી પણ દેખાઈ રહી છે. ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે ફરી એક વાર બળવાનો અણસાર આપતા ઉચ્ચારણો કરી વિવાદનો મધપૂડો છેડયો છે. તેમણે નરેન્દ્ર મોદીને જન્મદિવસના અભિનંદન આપતાં કહ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણી હું લડવાનો છું.ભાજપ મને ટિકિટ આપશે જ.

ધારાસભ્યએ એમ પણ કહ્યું છે કે, છ વાર હું ચૂંટણી જીત્યો છું અને સાતમીવાર પણ જીતવાનો છું. ભાજપે મંત્રીમંડળ માટે નો રિપીટ થિયરી અપનાવી છે તે બદલ હું અભિનંદન આપું છું. પરંતુ, મારે માટે નો રિપીટ થિયરી નથી. હું ચૂંટણી લડવાનો જ છું. મને ઉંમરનો પણ કોઈ બાધ નડવાનો નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.