Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-૧ ડેમ છલકાવાની તૈયારીમાં

ગાંધીનગર, સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા ૮૫ ટકા ભરાય ગયો છે. ડેમ છલકાવવા આડે હવે માત્ર દોઢ ફૂટનું છેટું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા તંત્ર તરફથી સુચના આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં મોરબીના મચ્છુ સહિત ૬ જેટલા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ત્યારે ભાદર ડેમનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થતા અદભૂત નજારો જાેવા મળ્યો છે.

શ્રાવણ માસ પૂરો થયા બાદ ભાદરવામાં ભરપૂર વરસાદે સમગ્ર સૌરાષ્ટ્રમાં સાવર્ત્રિક વરસાદના પગલે એક ઝાટકે ૪૫ ડેમમાં જળ સપાટી ઉપર આવતા જળ સંકટ તણાઇ ગયું છે. ભાદર ડેમમાં સતત ધીમે ધીમે પાણી આવક ચાલુ રહેતા છેલ્લા ૨૪ કલાકમાં અડધા ફૂટથી વધુ આવક થઇ છે અને હાલ ડેમની સપાટી ૩૨ ફૂટને પાર પહોંચી છે.

ગોંડલ નજીક આવેલા ભાદર-૧ ડેમની સપાટી ૩૨.૨૦ ફૂટે પહોંચી જતા ઓવરફ્લો થવામાં માત્ર દોઢ ફૂટ બાકી છે. ત્યારે ભાદર ડેમનો અવકાશી નજારો જાેતા રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. હાલ ડેમમાં ૧૦૭૬ ક્યુસેક પાણીની આવક ચાલુ છે ત્યારે ભાદર ડેમ હેઠળ આવતા ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, નવાગામ, ખંભાલીડા, જેતપુરના મોણપર, ખીરસરા.

જેતપુરના દેરડી, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વસાવડા. જામકંડોરણાના તરાવડા, ઈશ્વરીયા. ધોરાજીના વેગડી, ભૂખી, ઉમરકોટ સહિતના ૨૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા ડેમની સપાટીમાં વધારો થયો છે.

ત્યારે સૌરાષ્ટ્રના ૮૧ ડેમમાંથી ૩૭ ડેમ છલકાય ગયા છે. જ્યારે ૧૦ ડેમ ૮૫થી ૯૦% ભરાય જતા નીચાણવાળા ૨૦૦થી વધુ ગામડાઓને એલર્ટ રહેવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.