Western Times News

Gujarati News

સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની હારનો વિલન બની ગયો

દુબઈ, ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રવિવારે રમાયેલી આઈપીએલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ૨૦ રનથી હાર્યું. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સની સામે જીત માટે ૨૦ ઓવરમાં ૧૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ બેટ્‌સમેનોના ફ્લોપશોના કારણએ મુંબઈની ટીમ માત્ર ૧૩૬ રન જ કરી શકી. મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ૪ વિકેટ માત્ર ૫૬ રનમાં ગુમાવી દીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌરભ તિવારી (૫૦)ને બાદ કરતા કોઈ પણ બેટ્‌સમેન ૨૦ રનનો આંકડો પાર કરી શક્યો નહીં.

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં રમી રહ્યો નહતો. આવામાં જીતની જવાબદારી નંબર ૩ બેટ્‌સમેન સૂર્યકુમાર યાદવના ખભે હતી. સૂર્યકુમાર યાદવ આ મેચમાં કઈ ખાસ કમાલ કરી શક્યો નહીં અને ૩ રન બનાવી આઉટ થયો અને ટીમને મજધારમાં છોડી જતો રહ્યો. સૂર્યકુમાર યાદવ આઉટ થતા જ મુંબઈ ઈન્ડિયન્સની આખી બેટિંગ લાઈન વેરવિખેર થઈ ગઈ. મુંબઈ ઈન્ડિયન્સે ૯૪ રનનો સ્કોર પાર કર્યો ત્યારે ૬ વિકેટ ગુમાવી દીધી હતી.

સૂર્યકુમાર યાદવ જાે ટકી ગયો હોત તો મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ આટલી ખરાબ રીતે ઘૂંટણિયા ન ટેકત. સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની હારનો વિલન બની ગયો. હાર બાદ તેના ફેન્સ ઉદાસ છે. સૂર્યકુમાર યાદવને સિલેક્ટર્સે શ્રેયસ ઐય્યર જેવા ટેલેન્ટેડ બેટ્‌સમેનની જગ્યાએ ટી ૨૦ વર્લ્‌ડ કપમાં ટોપ ૧૫ ખેલાડીઓમાં પસંદ કર્યો હતો. જ્યારે શ્રેયસ ઐય્યરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યો. જાે કોઈ ખેલાડી ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થાય તો જ શ્રેયસ ઐય્યરને તક મળી શકે.

સૂર્યકુમાર યાદવ જાે આ પ્રકારે ટી૨૦ વર્લ્‌ડ કપમાં પણ ફ્લોપ સાબિત થાય તો ટીમ ઈન્ડિયાએ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. કારણ કે તેને જે બેટ્‌સમેનની જગ્યાએ પસંદ કરાયો છે તે ખુબ જ ટેલેન્ટેડ ખેલાડી છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે માર્ચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લિમિટેડ ઓવર્સની સિરીઝ દરમિયાન શ્રેયસ ઐય્યરને ખભામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેણે સર્જરી કરાવી અને અનેક મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો.

શ્રેયસ ઐય્યર હાલ યુએઈમાં છે અને આઈપીએલ ૨૦૨૧ની તૈયારી કરી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે આ આઈપીએલ સિઝનમાં શ્રેયસ ઐય્યરની જગ્યાએ ઋષભ પંતને કેપ્ટન બનાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ આઈપીએલના પહેલા તબક્કામાં ૮ મેચોમાંથી ૬ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ટી૨૦ વર્લ્‌ડ કપની વાત કરીએ તો શ્રેયસ ઐય્યરની જગ્યાએ સૂર્યકુમાર યાદવે ટી૨૦ વર્લ્‌ડ કપમાં જગ્યા લીધી છે. શ્રેયસ ઐય્યરની ઈજાના કારણે તેની પાસેથી ટી૨૦ વર્લ્‌ડ કપ રમવાની તક પણ છીનવાઈ ગઈ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.