Western Times News

Gujarati News

ગુજરાત વેક્સીનમાં નંબર 1 : ત્રીજા ભાગની વસ્તીએ બન્ને ડોઝ લઈ લીધા

પ્રતિકાત્મક

અમદાવાદ,  કોરોના રસીકરણમાં ભારત નવા વર્લ્ડ રેકોર્ડ સર્જી રહ્યું છે તેમ ગુજરાતમાં પણ નવા વિક્રમ રચાય રહ્યા છે. ગુજરાતની ત્રીજા ભાગની વસતીએ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે અને સમગ્ર દેશનું પ્રથમ રાજય બન્યુ છે.

ગુજરાતમાં 4.93 કરોડ લોકો 18 વર્ષથી વધુની વયના છે અને કોરોના રસી લેવાને પાત્ર છે તેમાંથી 1.64 લાખ લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. 3.96 કરોડ લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે

આમ રસી લેવાને પાત્ર વસ્તીમાંથી 80.5 ટક લોકોનું એક યા બન્ને ડોઝનું રસીકરણ થઈ ગયુ છે. સમગ્ર દેશના રસીકરણનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો પ્રથમ અને બીજા એમ બન્ને ડોઝમાં ગુજરાત ટોચના ક્રમે છે કુલ રસીકરણની દ્રષ્ટિએ કર્ણાટક બીજા ક્રમે છે.

જયાં 56 ટકાને પ્રથમ અને 21 ટકાને બીજો ડોઝ અપાય ગયો છે. મધ્યપ્રદેશમાં આ ટકાવારી અનુક્રમે 55 અને 15 ટકા છે. ગુજરાતના રસીકરણ અધિકારી ડો.નયન જાનીના કહેવા પ્રમાણે ત્રીજા ભાગની વસ્તીનું સંપૂર્ણ વેકિસનેશન થઈ ગયુ હોવાથી ત્રીજી લહેરને અટકાવવામાં મદદ મળી છે.

17મી સપ્ટેમ્બરે મહા અભિયાન થયુ હતું સુરત જેવા શહેરમાં પણ રેકોર્ડબ્રેક સંખ્યામાં રસીકરણ થયુ છે. રાજયનાં જીલ્લાઓમાં મોટાભાગનાં 70 ટકાથી અધિકનું પ્રથમ ડોઝનું રસીકરણ થયુ છે. ગુજરાતમાં ઘણા વખતથી કોરોના કાબુમાં હોય તેમ રાજયની મોટાભાગની સરકારી હોસ્પીટલોમાં કોવીડ વોર્ડ ખાલી થઈ ગયા છે.

સૌથી વધુ વેકિસનેશન (કુલ વસ્તીના ટકા)

ટકાવારીમાં ટકાવારીમાં
રાજય પ્રથમ ડોઝ બે ડોઝ
ગુજરાત 59 27
કર્ણાટક 56 21
મધ્યપ્રદેશ 55 15
રાજસ્થાન 51 18
મહારાષ્ટ્ર 43 16
પ. બંગાળ 36 14
ઉતર પ્રદેશ 34 7

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.