Western Times News

Gujarati News

મુંબઇમાં કપડાં કાઢીને કિન્નરોએ આતંક મચાવ્યો

મુંબઇ, મુંબઇમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. દાદાગીરી પર ઉતરેલા કિન્નર હવે પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં કેટલાક કિન્નરોએ રસ્તા પર જાેરદાર ઉત્પાત મચાવ્યો. તેમણે પહેલાં તો પોલીસ સાથે મારામારી કરી તો ઘણી જગ્યાએ નજીક ઉભેલા ટ્રાફિક પોલીસકર્મીને પણ છોડ્યા નહી. આ ઘટનાક્રમ સાથે જાેડાયેલો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં આરોપી કિન્નર એક ટ્રાફિકકર્મીને ખુલ્લેઆમ કોલર પકડી ખેંચતા જાેવા મળ્યા હતા.

પોલીસની સાથે મારઝૂડ અને ગેરવર્તણૂંકનો આ મામલો બાંગુર નગર વિસ્તારમાં સામે આવ્યો. જ્યાં હંગામો કરી રહેલા કિન્નરોએ પોતાના કપડાં નિકાળીને પોલીસને ધમકાવવાનો પ્રયત્ન કર્યો. તો બીજી તરફ ગાળાગાળી પર ઉતરેલા કિન્નરોએ આસપાસમાં પડોશમાં ઉભેલા લોકોની મજાક ઉડાવી.

આ મામલે બાંગુર નગર પોલીસે ૩ કિન્નરો વિરૂદ્ધ સરકારી કામોમાં વિઘ્ન ઉભું કરવું. શાંતિ ભંગ સહિત આઇપીસીની ઘણી કલમ સહિત દ્ગડ્ઢસ્છ એક્ટ હેઠળ કેસ દાખલ કરતાં તેમની ધરપકડ કરી લીધી છે. બાંગુર નગર પોલીસ ઓફિસર શોભા પિસેએ જણાવ્યું કે વાયરલ વીડિયો શનિવાર બપોરનો છે. જાેકે એક દ્વિચક્રી વાહન દ્વારા ઓટો રિક્શાને ટક્કર માર્યા બાદ ઓટો ચાલકના સપોર્ટમાં કિન્નરનું એક ગ્રુપ આવ્યું હતું.

આ લોકોએ બાઇક ચાલક ચલાવનારની સાથે જાેરદાર મારઝૂડ કરી. તેના બચવામાં જ્યારે ટ્રાફિક પોલીસ અને બાંગુર નગરના કેટલાક પોલીસકર્મી પહોંચ્યા તો કિન્નરોના ગ્રુપે તેમને પણ ન છોડ્યા. ત્યારબાદ પોલીસે કડકાઇ વર્તતા આરોપીઓ પર કાબૂ મેળવ્યો. કેસમાં આગલની તપાસ ચાલુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.