Western Times News

Gujarati News

ભારતની સરહદ પર ચીનની સેનાનો રાત્રે યુધ્ધાભ્યાસ શરૂ

નવી દિલ્હી, લદ્દાખ મોરચે ભારતની સરહદને અડીને ચીન અવાર નવાર ઉશ્કેરણી જનક હરકતો કરી રહ્યુ છે. હવે ચીનની સેનાએ ભારતની સરહદ નજીક રાત્રીના સમયે યુધ્ધ કરવાનો અભ્યાસ શરૂ કર્યો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ચીનની સેનાના વેસ્ટર્ન થીયેટર કમાન્ડ દ્વારા હિમાલયની સીમા પાસે તૈનાત પોતાના સૈનિકો માટે નાઈડ ડ્રીલ શરૂ કરી છે.

જેની પાછળનો હેતુ સૈનિકોને અત્યાધુનિક હથિયારો અને ઉપકરણોની તાલીમ આપવાનો છે. આ અહેવાલમાં ચીનના મીડિયાને ટાંકીને કહેવાયુ છે કે, સૈનિકો સંખ્યાબંધ વિસ્તારમાં ૫૦૦૦૦ મીટરની ઉંચાઈ પર રાત્રીના સમયે યુધ્ધ લડવાનો અભ્યાસ કરી રહ્યા છે.

ચીનની સેનાના અધિકારીઓના કહેવા પ્રમાણે સૈનિકોને ઉંચાઈવાળા વિસ્તારો પર પ્રશિક્ષણ અપાઈ રહ્યુ છે. કારણકે વધતા જતા પડકારો વચ્ચે સૈનિકોએ કઠોર રીતે યુધ્ધ લડવા માટેના માહોલને પહોંચી વળવા તૈયાર રહેવુ જરૂરી છે.

રાતના અંધારામાં સૈનિકો બર્ફિલા વિસ્તારોના શીખરોને પાર કરી રહ્યા છે. આ અભ્યાસ લાઈવ ફાયર છે અને તેમાં મશીનગનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સાથે સાથે સેના દ્વારા નવા મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી સૈનિકોને તેનો સચોટ ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિસ કરાવી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.