Western Times News

Gujarati News

કેપ્ટન અમરિંદરના નજીકના મુખ્ય સચિવને હટાવાયા

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ હવે એક એક કરી તેમના નજીકનાઓને પણ સરકારથી બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે.નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ હવે કેપ્ટનના નજીકનાને હટાવી ૧૯૯૦ બેંચના આઇએએસ અધિકારી અનિરૂધ્ધ તિવારીને પોતાના મુખ્ય સચિવ બનાવ્યા છે.

આ પહેલા અનિરૂધ્ધ તિવારી ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફારમર્સ વેલફેયર એન્ડ ફુડ પ્રોસેસિંગમાં એડિશનલ ચીફ સેક્રેટરીના પદ પર કામ કરી ચુકયા છે.તિવારીને વિની મહાજનની જગ્યાએ મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે મહાજન કેપ્ટન અમરિંદર સિંહના નજીકના હતાં અને તેમને ગત વર્ષ જુન મહીનામાં આ જવાબદારી સોંપવામાં આવી હતી.

મહાજનની જગ્યા માટે જાે કે રવનીત કૌર,સંજયકુુમાર અને વી કે સિંહ જેવા અધિકારીઓના નામ પણ ચર્ચામાં હતાં પરંતુ આખરે ચન્ની સિધ્ધુની ટીમે તેમના જુનિયર અને ૧૯૯૦ બેંચના અધિકારી તિવારીને પસંદ કર્યા માનવામાં આવે છે કે કૃષિ વિભાગ,નાણાં વિભાગ વિજળી વિભાગ અને કાર્મિક વિભાગમાં શાનદાર પ્રદર્શનને જાેતા અનિરૂધ્ધ તિવારીને આ જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પટિયાલાથી છે.આ પહેલા ૯ આઇએએસ અને બે પીસીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.